મેસુબ (Mesub Recipe in Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ કપચણાનો લોટ
  2. ૧.૧/૨ (દોઢ) કપ ખાંડ
  3. ૧ કપતેલ
  4. ૧/૨ કપઘી + ૧/૪ કપ ઘી
  5. ૧ કપપાણી
  6. ૧/૮ ટી.ચમચી ખાવાનો સોડા
  7. ૧૦-૧૨ ઈલાયચીનો ભૂકો
  8. બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટને ચાળીને તેમાં ખાવાનો સોડા અને ૧/૪ કપ ઘી નાખી લોટને મસળી લેવો. અને તેને ચાળી લેવો. (આ પ્રક્રિયાને “ધાબો દેવો” કહેવાય છે.)

  2. 2

    એક તાવડીના ખાંડ અને પાણીને ગરમ કરવા મુકી હલાવતા રહેવું.એક તારની ચાસણી બનાવવી. ચાસણીના ટપકાને બે આંગળી વચ્ચે રાખીને અથવા ડીશમાં ટપકું મુકી ચેક કરવું. હવે ગેસ બંધ કરી દેવો.

  3. 3

    હવે ચાસણીની તાવડીને નીચે ઉતારી આ ચાસણીમાં ચણાનો લોટ ધીરે ધીરે ઉમેરતા હલાવતા જવું. લોટના સહેજ પણ ગઠ્ઠા ના રહે તેવું સરસ મીક્ષ કરવું. પછી ગેસ ચાલુ કરી તેના પર આ મીશ્રણવાળી તાવડી ધીમી આંચ પર મુકવી. થોડું ગરમ થાય એટલે તેમાં ઈલાયચી પાઉડર નાખી સરસ ભેળવી લેવું.

  4. 4

    હવે બીજા ગેસ પર એક તપેલીમાં ઘી+તેલ ગરમ કરવા મુકવું. અને ચણાના મીશ્રણને સતત હલાવતા જવું. મીશ્રણમાં પરપોટા થવા લાગે એટલે ઘી+તેલની તપેલીમાંથી મોટા ચમચા દ્વારા લઈ મીશ્રણ પર નાખવું અને સતત એક તરફ હલાવતા રહેવું. (ખાસ નોંધ :- ઘી+તેલ ગરમ હોવું ખુબ જરૂરી છે, તેથી તેનો ગેસ ચાલુ જ રાખવો.)

  5. 5

    જેવું મિશ્રણમાં ઘી શોષાય કે તરત ચમચા વડે ઘી+તેલ નાખવું. ચોંટે નહિ તે માટે સતત હલાવતા રહેવું. જયા સુધી મિશ્રણ ઘી છોડે નહિ ત્યાં સુધી ઘી નાંખતા જવું. જેમ જેમ ગરમ ઘી નાખશો તેમ તેમ મીશ્રણ ફુલતું જશે અને તેમાં જાળી પડતી જશે. જેવું મીશ્રણ ઘી છોડે એટલે મેસુબ તૈયાર થઈ ગયો છે.

  6. 6

    હવે ગેસ બંધ કરી, મેસુબને ગ્રીસ કરેલ મોલ્ડમાં કે થાળીમાં કાઢી લેવો. એને પાથરવામાં જોર ના કરવું નહિ તો જાળી નહિ પડે. ઉપર ઈલાયચીનો ભૂકો ભભરાવો. અને બદામની કતરણ પાથરો. પાંચ મીનીટ ઢાંકીને ઠંડું થવા દો.

  7. 7

    હવે ચપ્પાથી કાપા પાડી લો. પછી ઢાંકીને ૪-૫ કલાક ઠંડું થવા દો. ત્યારબાદ કાઢી લો. ડીશમાં સર્વ કરો. વધારાના મેસુબને ડબ્બામાં ભરી લો.

  8. 8

    તમે જરૂર બનાવજો. પર્ફેકટ બનશે જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes