કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
2 લોકો
  1. ૧ કિલો દહીં
  2. ૫૦૦ ગ્રામ દળેલી ખાંડ
  3. ૧૦-૧૫ બદામની કતરણ
  4. ૧૦-૧૫ પીસ્તા ની કતરણ
  5. ૮-૧૦ કાજુની કતરણ
  6. ૧૦-૧૨ કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા દહીં નો મસ્કો બનાવવા માટે દહીં ને આછા કોટનના કપડામાં ૮-૧૦ કલાક સુધી બાંધીને લટકાવી ને રાખવું જેથી બધા દહીંનું પાણી નીતરી જાય.

  2. 2

    ત્યારબાદ દહીંનો મસ્કો આ રીતે તૈયાર થઇ જાય એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરી અને મિક્સ કરવી.

  3. 3

    થોડા દૂધમાં કેસરના તાંતણા પલાળીને રાખવા એટલે તેનો કલર આ રીતે બદલાઈ જશે. પછી તે કેસરવાળું દૂધ મઠામાં ઉમેરી અને મિક્સ કરી લેવું.

  4. 4

    હવે તેમાં બધા ડ્રાયફ્રૂટ્સની કતરણ અને ઇલાયચી પાઉડર ઉમેરી અને મિક્સ કરી લેવો.

  5. 5

    પછી મઠા ને ૫ થી ૬ કલાક ફ્રીઝમાં ઠંડુ કરવા મુકી દેવો. ત્યારબાદ સર્વિંગ બાઉલમાં સર્વ કરવું અને કેસર, પિસ્તા અને ટુટીફ્રુટી થી ગાર્નીશ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes