ખાંડવી (khandvi recipe in gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#trend2
#khandvi
ગુજરાતમાં ખાંડવી એક લોકપ્રિય ફરસાણ છે. ઘરે મહેમાન જમવા આવવાના હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય તો ફરસાણમાં ખાંડવી પહેલા યાદ આવે છે. ખાંડવી બધાને ખૂબ જ પ્રિય છે પરંતુ તે બનાવવામાં અઘરી છે એવી ખોટી માન્યતા ઘણી સ્ત્રીઓના મનમાં ઘર કરી ગઈ છે એટલે તેઓ ઘરે ખાંડવી ક્યારેય ટ્રાય જ નથી કરતા. પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો પરફેક્ટ ખાંડવી બનાવી શકાય છે. બેસન અને છાશ માંથી બનતી આ વાનગી દરેક ને પસંદ આવે એવી છે. મે અહીં અલગ અલગ સ્વાદ અને કલર માં ખાંડવી બનાવી છે.. જે સ્વાદ સાથે દેખાવ માં પણ ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 3 વાટકીબેસન(ચણા નો લોટ)
  2. 3 વાટકીદહીં
  3. 3 વાટકીપાણી
  4. 3 ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  5. 1 ટેબલ સ્પૂનધાણા ફુદીના ની પેસ્ટ
  6. 1 ટેબલ સ્પૂનબીટ ની પેસ્ટ
  7. 3 ટેબલ સ્પૂનતેલ
  8. 1/2 ટી સ્પૂનહિંગ
  9. વઘાર માટે
  10. 11/2 ટેબલ સ્પૂનતેલ
  11. 1/2 ટી સ્પૂનરાઈ
  12. 1/2 ટી સ્પૂનતલ
  13. 1મીઠા લીમડા ના પાન
  14. કોથમીર અને લીલા નાળિયેર નું છીણ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ત્રણ અલગ અલગ બોલ માં 1-1 વાટકી બેસન લેવું પછીઆદુ મરચાની પેસ્ટ બનાવો.

  2. 2

    હવે એક બીટ ની પેસ્ટ કરી ને તેને ગળી લઈ ગુલાબી પાણી બનાવી લેવું. એજ રીતે ધાણા ફુદીના ને પણ મિકસર માં ક્રશ કરી ગળી ને લીલું પાણી બનાવી લેવું.

  3. 3

    હવે બેસન ના ત્રણેય બોલ માં મીઠું અને આદુ મરચાની પેસ્ટ નાખી એક બોલ માં હળદર, બીજા માં લીલું પાણી, ત્રીજાં માં બીટ નું પાણી નાખવુ.. દહીં નાખી ત્રણેય ખીરું તૈયાર કરી લેવું.

  4. 4

    હવે એક પેન માં 1 ટેબલ ચમચી તેલ મૂકી હિંગ નાખી પીળું મિશ્રણ ઉમેરો... મિશ્રણ ને સતત હલાવતા રહેવું. ધીમા તાપે ગેસ પર હલાવી મિશ્રણ ને જાડું થવા દેવું... લગભગ 10 થી 15 મિનિટ માં ખાડવી માટે નું મિશ્રણ બની જસે... જેને એક ડિશ ના પાછળ ના ભાગ માં તેલ લગાવી થોડું મિસરણ પાથરી ચેક કરવું. જો તે સરસ ઉખડી જાય તો સમજવું ખાંડવી પાથરવા માટે તૈયાર છે.

  5. 5

    થાળી ની પાછળ તેલ લગાવી મિશ્રણ ને ઝડપ થી પાથરી લેવું.. આ પ્રક્રિયા જલ્દી કરવી જેથી ઠંડું ના પાડી જાય.

  6. 6

    ચપ્પુ થી કાપા પાડી ખાંડવી નો આકાર આપવો..

  7. 7

    હવે એજ રીતે લીલા મિશ્રણ ને તેલ મૂકી હિંગ નાખી ગરમ કરવા મૂકવું.10 થી 15 મિનિટ પછી તૈયાર થયેલ મિશ્રણ ને પાથરવું

  8. 8

    ત્યારબાદ ગુલાબી મિશ્રણ ને પણ ગરમ કરી ખાંડવી બનાવી લેવી.. એમ ત્રણેય સ્વાદ અને કલર માં ખાંડવી તૈયાર થશે..

  9. 9

    વઘાર માટે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ સાંતળવી પછી તલ મીઠો લીમડો નાખી ખાંડવી પર પાથરવું.. ઉપર થી કોથમીર અને નાળિયેર ના છીણ થી ગાર્નિશ કરો.

  10. 10

    ઈચ્છાનુસાર ગાર્નિશ અને પ્લે ટિંગ કરવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes