ઝેબ્રા કેક (Zebra cake recipe in Gujarati)

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali

#GA4
#week4
#Baked(no oven)
આઈસીંગ નો સમય ન હોય કે ટી ટાઈમ માટે કેક કરવી હોય કે પછી બાળકો ને સરપા્ઈઝ કરવા હોય કાં તો મારી જેમ કેક પસંદ હોય ત્યારે ઘર મા હાજર સામગ્રી થી ઓવન વગર બનતી કેક એટલે ઝીબા્ કેક.

ઝેબ્રા કેક (Zebra cake recipe in Gujarati)

#GA4
#week4
#Baked(no oven)
આઈસીંગ નો સમય ન હોય કે ટી ટાઈમ માટે કેક કરવી હોય કે પછી બાળકો ને સરપા્ઈઝ કરવા હોય કાં તો મારી જેમ કેક પસંદ હોય ત્યારે ઘર મા હાજર સામગ્રી થી ઓવન વગર બનતી કેક એટલે ઝીબા્ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મીનીટ
3 4 લોકો
  1. તેલ:૧૨૦ મીલી
  2. દળેલી ખાંડ:૧૦૦ ગ્રામ
  3. દૂધ:૧૨૦ મીલી
  4. મેંદો:૧૨૦ ગ્રામ(ઘઉંનો લોટ પણ લઈ શકાય)
  5. બેકીંગ પાઉડર:૫ ગ્રામ
  6. બેકીંગ સોડા:૨.૫ ગ્રામ
  7. ચમચીકોકો પાઉડર:૨
  8. વેનીલા એસાઉનસ:૩ ૪ ટીપા

રાંધવાની સૂચનાઓ

૫૦ મીનીટ
  1. 1

    મોટા વાસણ મા રેતી કે મીઠું નાંખી ને ગેસ પર પી્હીટ કરવા મુકવુ દસ મીનીટ માટે.તયા સુધી કેક બેટર રેડી કરવુ.

  2. 2

    તેલ મા દળેલી ખાંડ નાંખી બરાબર મીક્ષ કરવુ. તેમાં વેનીલા એસાઉનસ ના ટીપા નાંખી થોડું થોડું દૂધ નાંખી હલાવતા રેવુ

  3. 3

    મેંદો બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા ને ચાળીને દૂધ ખાંડ વાળા મીક્ષર મા એડ કરો.હળવા હાથે બધુ મીક્ષ કરો.બેટર બોવ જાડું કે બોવ પાતળું ન હોવું જોયે.

  4. 4

    હવે બેટર ના બે સરખા ભાગ કરો.એક ભાગ મા કોકો પાઉડર અને બે ચમચી દૂધ નાંખી મીક્ષ કરો.બેય ભાગના બેટર સરખા રાખવા.

  5. 5

    કેક ટીન ને તેલ મેંદા થી બરોબર ગી્સ કરવુ.પછી સફેદ બેટર ની એક ચમચી નાંખી ટીન ને ટેપ કરી ને ફેલાવવું. તેની ઉપર વચે ચોકલેટ વાળા બેટર ની ચમચી પોર કરી ટીન ને ટેપ કરવુ.આ જ રીતે એક ઉપર એક બેટર નું લેયર કરતા જાવું.

  6. 6

    ટૂથપીક ની મદદ થી બહાર થી અંદર એમ ડીઝાઈન પાડવી.એક લાઇન કયાઁ પછી લૂછીને જ ટૂથપીક વાપરવી.લાસટ મા ટેપ કરી ને બેક કરવા મૂકો.

  7. 7

    ઢાંકીને ૩૫ થી ૪૦ મીનીટ બેક કરો.ઠંડુ થાય પછી જ ડિમોલડ કરી સવઁ કરવુ.

  8. 8

    Zebra cake રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mrunali thaker vayeda
પર

Similar Recipes