ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dry fruit shreekhand recipe in gujarati)

Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha

#trend2 #શ્રીખંડ
શ્રીખંડ એ દહીં માંથી બનતી સ્વીટ છે. જે ખૂબ જ સરળતાથી અને ઈઝીલી બની જાય છે.
આમ તો શ્રીખંડ ઉનાળામાં વધારે ખવાય છે પણ એ ઓલ ટાઇમ ફેવરિટ સ્વીટ છે. દહીં માં લેકટોબેસીલસ સારા એવા પ્રમાણમાં હોય છે જે ડાઈજેસ્ટીવ સિસ્ટમ ને સારી રાખવામાં મદદ કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કીલો દહીં
  2. 125 ગ્રામખાંડ
  3. 1 ટેબલ સ્પૂનઈલાયચી પાઉડર
  4. 1/4 કપઝીણા સમારેલા મિક્સ ડ્રાય ફ્રુટ
  5. 1 ટેબલ સ્પૂનચોકલેટ ચિપ્સ
  6. 1 ટેબલ સ્પૂનઝીણી સમારેલી ચેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં ને મલમલ ના કપડા માં બાંધી ને 3-4 કલાક લટકાવી દો. જેથી કરીને તેમાંથી પાણી બધું નિતરી જાય.

  2. 2

    પછી તેને એક બાઉલમાં લઈ તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    પછી આ મિશ્રણને બે વાર ચારણીમાં ઘસીને ચાળી લો. આમ કરવાથી શ્રીખંડ એકદમ સોફ્ટ તેમજ ફ્લફી થઈ જશે.

  4. 4

    હવે તેમાં ઈલાયચી પાઉડર અને ડ્રાય ફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરી 1-2 કલાક બ્રીજ માં ઠંડો થવા મુકો.

  5. 5

    પછી તેને ચોકલેટ ચિપ્સ અને ચેરી થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha
પર

Similar Recipes