બીટ ડ્રાય ફ્રુટ હલવો (Beetroot Dry Fruit Halwa Recipe In Gujarati)

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72

#GA4
#Week5
# Halwa
બીટને હિન્દી માં ચકુંદર અને અંગ્રેજીમાં બીટરુટ કહે છે.શારીરિક કમજોરી, એનિમિયા,બ્લડ ખાંડ,અને કેન્સર જેવી ઘણી બીમારીઓથી છુટકારો મેળવવા તમે બીટ ને તમારા ડાયેટ માં શામેલ કરી શકો છો.
રોજ 1/2 બીટ ખાવાથી પણઘણા ફાયદા થાય છે.

બીટ ડ્રાય ફ્રુટ હલવો (Beetroot Dry Fruit Halwa Recipe In Gujarati)

#GA4
#Week5
# Halwa
બીટને હિન્દી માં ચકુંદર અને અંગ્રેજીમાં બીટરુટ કહે છે.શારીરિક કમજોરી, એનિમિયા,બ્લડ ખાંડ,અને કેન્સર જેવી ઘણી બીમારીઓથી છુટકારો મેળવવા તમે બીટ ને તમારા ડાયેટ માં શામેલ કરી શકો છો.
રોજ 1/2 બીટ ખાવાથી પણઘણા ફાયદા થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 -મિનીટ
2 - વ્યક્તી
  1. 250 ગ્રામ બીટ
  2. 250 મીલી દુધ
  3. 2 ટેબલ સ્પૂન ઘી
  4. 2 ટેબલ સ્પૂન મલાઇ
  5. 2 ટેબલ સ્પૂન ખાંડ
  6. 2ઈલાયચી
  7. 3 ટેબલ સ્પૂન ડ્રાય ફ્રુટ (કાજુ બદામ પિસ્તા)

રાંધવાની સૂચનાઓ

20 -મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ફ્રેશ બીટ લેવા એને બરાબર ધોઈ છાલ ઉતારી અને છીણી લેવા. ડ્રાય ફ્રુટ ની કતરણ કરવી.ઈલાયચી નો ભુક્કો કરી લેવો. બાકીની સામગ્રી તૈયાર કરી લેવી.

  2. 2

    પેનમાં ઘી ગરમ કરી તેમાં બીટનું છીણ નાખી અને બે મિનિટ સાંતળો પછી એમાં દુધ નાખી 15 મીનીટ અથવા દુધ બળે ત્યાં સુધી ફુલ ફલેમ પર હલાવતા રહો.

  3. 3

    મલાઇ નાખી અને પછી ખાંડ નાખી બરાબર મિક્સ કરોઘી છુટુ પડે એટલે ઇલાયચી પાઉડર નાખી દો.

  4. 4

    છેલ્લે ડ્રાય ફ્રુટ નો ભુક્કો નાખવો અને ગરમ સર્વ કરો તૈયાર છે ખૂબ જ હેલ્ધી બીટનો ડ્રાય ફ્રુટ હલવો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72
પર

Similar Recipes