દાળવડા(Dal vada recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

મેં મિડલઇસ્ટના બહુ જ ફેમસ એવા ફલાફલ અને આપણા અહીંના દાળવડાનું એક ફ્યુઝન ટ્રાય કર્યું છે. એના માટે છોલે ચણાની સાથે 1/2ચણાની દાળ લીધી છે. અને તેમાં બધાં લીલા-સૂકા મસાલા ઉમેરી તેના વડા બનાવ્યા છે. સાથે બાફેલા છોલે ચણામાંથી બનતું હમસ સર્વ કર્યું છે. સ્વાદમાં એકદમ સરસ બન્યા છે.

#trend2
#દાળવડા
#week2

દાળવડા(Dal vada recipe in Gujarati)

મેં મિડલઇસ્ટના બહુ જ ફેમસ એવા ફલાફલ અને આપણા અહીંના દાળવડાનું એક ફ્યુઝન ટ્રાય કર્યું છે. એના માટે છોલે ચણાની સાથે 1/2ચણાની દાળ લીધી છે. અને તેમાં બધાં લીલા-સૂકા મસાલા ઉમેરી તેના વડા બનાવ્યા છે. સાથે બાફેલા છોલે ચણામાંથી બનતું હમસ સર્વ કર્યું છે. સ્વાદમાં એકદમ સરસ બન્યા છે.

#trend2
#દાળવડા
#week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩-૪ વ્યક્તિ
  1. ૧/૨ કપચણાની દાળ
  2. ૩/૪ કપ છોલે ચણા
  3. મોટી ડુંગળી
  4. ૮-૧૦ કળી લસણ
  5. ૧ કપકોથમીર (દાંડી સાથે)
  6. ૩-૪ લીલા મરચાં
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ચપટીસોડા
  9. ૧ ટીસ્પૂનઆદુંની પેસ્ટ
  10. ૨-૩ ટેબલ ચમચી તલ
  11. ૧ ટીસ્પૂનજીરુ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ૬ કલાક માટે છોલે ચણા અને ચણાની દાળ ને ધોઇને પલાળી લો. ડુંગળી-લસણ ને સમારી લો.

  2. 2

    પછી મિક્સરમાં ચણા, ચણાની દાળ, ડુંગળી, લસણ, કોથમીર, લીલા મરચાં, આદુંની પેસ્ટ, જીરુ, મીઠું, સોડા ઉમેરી દરદરું વાટી લો. હવે આ મિશ્રણમાંથી ગોળા વાળી તેને તલમાં રગદોળી મૂકતા જાઓ.

  3. 3

    તેલ ગરમ મૂકી મિડિયમ તાપે પડ બ્રાઉન ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમ ગરમ વડાને ઠંડા હમસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Similar Recipes