દાળવડા (Dal Vada Recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#trend2
દાળવડા ગુજરાતમાં દરેક ઘરમાં જુદી જુદી રીતે બનાવે છે ,,જુદી જુદી દાળનો ઉપયોગ કરી
સ્વાદિષ્ટ દાળવડા બને છે ,તેમાં વધુ સ્વાદ લાવવા માટે ભાજી,મસાલા કોથમીર વિગેરે
પણ ઉમેરાય છે ,,આજે મેં ચણાની દાળના દાળવડા બનાવ્યા છે ,,તેને વધુ સ્વાદિષ્ટ
બનાવવા પાલક અને કોથમીરની પેસ્ટ ઉમેરી છે ,,સાથે સાથે આપણા મસાલા તો ખરા જ ,,
દાળવડા ખાસ કરીને અમદાવાદ બાજુ બહુ ખવાય છે ,,પણ તેના સ્વાદને કારણે હવે
કાઠિયાવાડ બાજુ પણ બનવા લાગ્યા છે ,,ભજીયાની સાથે હરીફાઈમાં ઉતર્યા હોય
તેવું લાગે છે ,,કેમ કે હવે સૌરાષ્ટ્રમાં પણ સ્ટ્રીટફૂડ તરીકે ખુબ જાણીતા બની ગયા છે ,
કડકડતી ઠંડીમાં કે વરસતા વરસાદમાં ગરમાગરમ ચા સાથે તીખા ધમધમાટ ક્રિસ્પી
દાળવડા ખાવાની મજા જ કૈક ઓર છે ,,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચણાની દાળ
  2. 2 ટેબલસ્પૂનચોખાનો લોટ
  3. 2 ટેબલસ્પૂનપાલક અને કોથમીરની પ્યુરી
  4. 2 ટેબલસ્પૂનલીલા આદુ.મરચા અને લસણની પેસ્ટ
  5. 1 ટેબલસ્પૂનસમારેલી કોથમીર
  6. 1 ટીસ્પૂનમરીનો ભૂકો
  7. ચપટીહળદર
  8. 1 ચપટી હિંગ
  9. ચપટીસોડા
  10. સ્વાદમુજબમીઠું
  11. 1 ટીસ્પૂનલીંબુનો રસ
  12. જરૂર મુજબ તેલ તળવા માટે
  13. પીરસવા માટે
  14. જરૂર મુજબ તળેલા લીલા મરચા
  15. જરૂર મુજબ ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાની દાળ ધોઈ બે કલાક માટે પલાળી લ્યો,
    બે કલાક બાદ દાળને નિતારી મિક્સરમાં પીસી લ્યો,
    જીણું ના પીસવું,સહેજ કણીદાર જ પીસવું,
    ખીરું બહુ ઢીલું પણ નથી કરવાનું,,કોરી જ દાળ પીસવી કેમ કે
    આપણે પાલકની પ્યૂરી ઉમેરવાની છે,
    તેમાં બે ચમચી ચોખાનો લોટ ઉમેરી ૩૦ મિનિટ માટે ઢાંકીને રાખી દેવું,

  2. 2

    દાળવડા ના ખીરામાં બધા જ મસાલા કરી લ્યો,
    પાલક અને કોથમીરની પેસ્ટ ઉમેરી દ્યો,
    મીઠું હળદર અને હિંગ સ્વાદમુજબ ઉમેરો
    આદુંમરચાં લસણની પેસ્ટ અને સમારેલી કોથમીર ઉમેરો
    મરીનો ભૂકો ઉમેરી દ્યો,
    મિશ્રણને સારી રીતે હલાવી બધું મિક્સ કરી લ્યો,

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દ્યો,
    મિશ્રણને ખુબ થી હલાવી ફીણી લ્યો,
    તેમાં ચપટી સોડા ઉમેરો, સોડા પર જ લીંબુનો રસ ઉમેરો,
    ફરી થી સરખી રીતે હલાવી લ્યો,
    તેલ ગરમ થઇ જાય એટલે દાળવડા ઉતારી લ્યો,
    મધ્યમ તાપે સોનેરી રંગ ના તળી લ્યો,
    આ રીતે બધા દાળવડા બનાવી લ્યો,

  4. 4

    તો તૈય્યાર છે દાળવડા,,,
    તળેલા મરચા અને ડુંગળી સાથે ગરમગરમ પીરસો,,,
    અને હા સાથે આદુફુદીના વાળી ગરમગરમ ચા ના ભુલાય હો,,
    મેં ચા સાથે ફોટો નથી લીધો,,,ભુલાઈ ગયો,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes