કોબીજ નો સંભારો(Kobij sambharo Recipe in Gujarati)

Shah Rinkal
Shah Rinkal @cook_26766158

ઢાબા સ્ટાઈલ કોબીજ નો સંભારો. આ સંભારો એવો છે કે તમે કોઈપણ ઢાબામાં જમવા જાવ ત્યારે તમને સર્વ કરવામાં આવે છે.
આ સલાડ એવું છે કે તમે ડિનરમાં ફુલ ડીસ તરીકે પણ લઈ શકો છો અને વિટામિન, આયર્ન, પ્રોટીન, ફાઇબર........ થી ભરપુર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સંભારા માટે ની સામગ્રી
  2. નાની કોબીજ
  3. ગાજર
  4. કેપ્સીકમ
  5. લીલા મરચાં
  6. ચપટીહળદર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. તેલ, રાઈ, હિંગ અને મીઠો લીમડો વઘાર માટે
  9. લીંબુ સ્વાદ મુજબ
  10. સલાડ માટેની સામગ્રી
  11. ૧ નંગટામેટું
  12. ૧ નંગગાજર
  13. ૧ નંગબીટ
  14. થોડાક દાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોબીજ ગાજર અને કેપ્સીકમ સાફ કરીને સમારી લેવા.

  2. 2

    ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ, હિંગ, લીલા મરચાં, હળદર અને મીઠા લીમડાનો વઘાર કરવો

  3. 3

    પછી કોબીજ, કેપ્સિકમ અને ગાજર પેનમાં ઉમેરી સ્વાદ મુજબ મીઠું એડ કરવું.

  4. 4

    બેથી ત્રણ મિનિટ સાંતળવું. ગેસ બંધ કર્યા બાદ સ્વાદ મુજબ લીંબુ નિતારવું.

  5. 5

    હવે તૈયાર છે સલાડ અને કોબીજ નો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Rinkal
Shah Rinkal @cook_26766158
પર

Similar Recipes