સુખડી (Sukhdi Recipe In Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

પરંપરાગત ગુજરાતી મીઠાઇ જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગોળ, ઘી અને ઘઉંના લોટમાંથી બનતી હોવાથી ખૂબ જ પૌષ્ટિક છે.

#trend4
#sukhadi
#week4

સુખડી (Sukhdi Recipe In Gujarati)

પરંપરાગત ગુજરાતી મીઠાઇ જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગોળ, ઘી અને ઘઉંના લોટમાંથી બનતી હોવાથી ખૂબ જ પૌષ્ટિક છે.

#trend4
#sukhadi
#week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨૦-૨૫ ટુકડા
  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૧ કપદેશી ઘી
  3. ૧ કપગોળ
  4. ૨ ચમચીદૂધ
  5. જરૂર મુજબ સજાવવા માટે કાજુ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક કઢાઇમાં ઘી અને ઘઉંનો લોટ લઇ મિડિયમ તાપે ૧૦ મિનિટ જેવો શેકો. શેકાયાની સરસ સુગંધ આવે અને લોટ લાલાશ પકડે ત્યાં સુધી શેકવાનો છે.

  2. 2

    પછી તેમાં દૂધ ઉમેરી મિક્સ કરો. તરત જ સમારેલો ગોળ નાખી ધીમા તાપે મિક્સ કરતા જાઓ. ૨ મિનિટ માં ગેસ બંધ કરી દો.

  3. 3

    ગોળ પીગળી જાય ને બરાબર ભળી જાય એટલે તરત જ મિશ્રણને એક થાળીમાં લઇ ઠારી દો. ગરમ હોય ત્યારે જ કાપા કરી લો.

  4. 4

    બિલકુલ ઠંડી થાય એટલે ટુકડા અલગ કરી ગરમ જ સર્વ કરો. વધે એ સ્ટોર કરી લો. આ સુખડી ૧૦-૧૨ દિવસ સુધી સારી રહેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes