છોલે મસાલા (Chole masala recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#Week6
#Chickpeas
#Chole masala
છોલે મસાલા ને ચણા મસાલા તરીકે પણ ઓળખવા માં આવે છે. સફેદ સુકા ચણા થી આ વાનગી બનાવવામાં આવે છે. તેમાં ડુંગળી, લસણ, ટામેટાં અને ગરમ મસાલો ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી ડિશ બને છે.
ચણામાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તેથી તેને એક હેલ્ધી ડિશ પણ કહી શકાય. છોલે મસાલા સામાન્ય રીતે પૂરી, રોટી, પરાઠા, ભતુરે અને રાઈસ ની સાથે સર્વ કરવામાં આવે છે. તેનો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. મેં આજે અહીંયા જૈન છોલે મસાલા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
4 લોકો માટે
  1. 1 કપસફેદ ચણા
  2. 3 ચમચીતેલ
  3. 1 કપટામેટાં ની પ્યુરી
  4. 1 ચમચીજીરૂ
  5. 1 નંગસૂકુ લાલ મરચું
  6. 2 નંગતેજ પતા
  7. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. 1 ચમચીચણાનો લોટ
  9. 1 ચમચીછોલે મસાલો
  10. 1/2 ચમચીલાલ મરચું
  11. 1/2 ચમચીધાણાજીરૂ
  12. 1/4 ચમચીહળદર
  13. સ્વાદાનુસારમીઠું
  14. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૂકા સફેદ ચણા ને ચોખા પાણીથી ધોઈ ગરમ પાણીમાં પાંચ છ કલાક માટે પલાળી રાખવાના છે. ત્યારબાદ તેમાં મીઠું અને હળદર નાખી કૂકરમાં બાફી લેવાના છે.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું, સુકુ લાલ મરચું અને તેજ પત્તા ઉમેરવાના છે. ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરવાની છે.

  3. 3

    હવે તેમાં ચણાનો લોટ ઉમેરવાનો છે અને શેકી લેવાનો છે ત્યારબાદ તેમાં ટમેટાની પ્યુરી ઉમેરવાની છે. અને તેને બે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાની છે.

  4. 4

    હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, છોલે મસાલા, હળદર અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે. ત્યારબાદ તેમાં બાફેલા સફેદ ચણા ઉમેરી દેવાના છે.

  5. 5

    બે-ત્રણ મિનિટ માટે તેને ઉકળવા દેવાનું છે અને પછી કોથમરી ઉમેરી સર્વ કરી શકાય.

  6. 6

    મેં તેને આ રીતે પૂરી ની સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

ટિપ્પણીઓ (5)

Similar Recipes