સેવપુરી (Sev Puri Recipe In Gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

#GA4
#Week6
#Chat

સેવ પૂરી મુંબઈ ની ફેમસ ચાટ છે. અત્યારે ગુજરાત માં પણ બધે મળે છે. ચટપટી અને ટેસ્ટી આ ચાટ ખાવાની બહુ મજા આવે છે.

સેવપુરી (Sev Puri Recipe In Gujarati)

#GA4
#Week6
#Chat

સેવ પૂરી મુંબઈ ની ફેમસ ચાટ છે. અત્યારે ગુજરાત માં પણ બધે મળે છે. ચટપટી અને ટેસ્ટી આ ચાટ ખાવાની બહુ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૩ વાડકીઘઉં નો લોટ (૧.૫ કપ)
  2. ૧ ટી સ્પૂનઅજમો
  3. ૧ ટી સ્પૂનમરી પાઉડર
  4. ૪ ટેબલસ્પૂનતેલ
  5. સ્વાદાનુસારમીઠું
  6. જરૂર મુજબ પાણી લોટ બાંધવા માટે
  7. જરૂર મુજબ આંબલી ની ચટણી
  8. જરૂર મુજબ કોથમીર ની ચટણી
  9. જરૂર મુજબ લસણ ની ચટણી
  10. ઝીણી સમારેલી ડુંગળી
  11. ઝીણા સમારેલા ટામેટાં
  12. સ્વાદાનુસાર ચાટ મસાલો
  13. મોટા બાફેલા બટાકા
  14. જરૂર મુજબ કોથમીર
  15. જરૂર મુજબ ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ૩ વાટકી ઘઉં નો લોટ લો. એમાં મીઠું, અજમો, કાળા મરી પાઉડર ઉમેરો.

  2. 2

    હવે એમાં તેલ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો પછી એમાં પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો.

  3. 3

    હવે લોટ બાંધીને દસ મિનિટ માટે રેસ્ટ આપો. દસ મિનિટ પછી મોટો લૂઓ લઇને રોટલી વણી લો. રોટલીમાં કાંટા ચમચી થી કાણા પાડી લો. હવે એક નાના કૂકી કટર કે પછી ગ્લાસ ની મદદથી નાની નાની પૂરીઓ કટ કરી લો.

  4. 4

    બધી પૂરી તળાઈ જાય પછી તેલ ગરમ કરવા મુકો અને મીડીયમ તાપે પહેલા પૂરી તળી લો પછી ફુલ ગેસ પર બે મિનિટ માટે તળી લો. એટલે પૂરી ક્રીસ્પી થઈ જશે.

  5. 5

    બધી પૂરી તળાઈ જાય પછી એક સર્વિંગ પ્લેટમાં પૂરી ગોઠવો. હવે બધી પૂરી ઉપર બાફેલા બટાકાને નાના ટુકડામાં કાપીને ગોઠવો.

  6. 6

    હવે એની ઉપર ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટા ઉમેરો. એની ઉપર ખજૂરની ચટણી, લસણ ની ચટણી, કોથમીર ની ચટણી ઉમેરો. ઉપર ચાટ મસાલો ભભરાવો.

  7. 7

    હવે ઉપર ઝીણી સેવ ભભરાવો. તૈયાર છે આપણી મુંબઈ ફેમસ સેવ પૂરી ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

Similar Recipes