રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૂકા વટાણા ને ૭ થી ૮ કલાક માટે પલાળી લઈ કૂકર માં હળદર અને મીઠું સાથે ૫ થી ૬ સિટી મારી બાફી લો.
- 2
હવે કડાઈ મા ૨ ચમચી તેલ લઇ તેમાં હિંગ અને ૧/૨ કપ ડુંગળી ઉમેરી સાંતળી લો.
- 3
ત્યારબાદ તેમાં ટામેટું ઉમેરી મિક્સ કરી ને બાફેલા વટાણા અને બાફેલા બટેટા ઉમેરી મિક્સ કરો.જરૂર મુજબ પાણી ઉમેરી ઉકાળી લો.
- 4
ત્યારબાદ તેમાં ૧ ચમચી હળદર,૨ ચમચી લાલ મરચું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લો.
- 5
હવે તેમાં ૨ મોટી ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી દો.
- 6
ગરમાગરમ રગડો તૈયાર છે.
- 7
પાણી બનાવવા માટે મિક્સર જાર મા ફૂદીનો,કોથમીર,લીલાં મરચાં, આદુ,લીંબુનો રસ,મીઠું અને ચાટ મસાલો તથા ખાંડ ઉમેરી પેસ્ટ બનાવી લો.
- 8
હવે તેમાં જરૂર મુજબ ઠંડુ પાણી ઉમેરી લો.ત્યારબાદ તેમાં પાણી પૂરી મસાલો ૧ મોટી ચમચી તથા ખજૂર આમલીની ચટણી ૨ મોટી ચમચી ઉમેરી મિક્સ કરી લો.રગડા પૂરી માટેનું તીખું મીઠું પાણી તૈયાર છે.
- 9
ડુંગળી માં ચાટ મસાલો નાખી મિક્સ કરી લો.
- 10
હવે એક પ્લેટ મા પૂરી લઈ તેને તોડી સૌ પ્રથમ ડુંગળી મૂકી દો.
- 11
ત્યારબાદ તેમાં રગડો ભરી લઈ ઉપરથી થોડી ઝીણી સેવ મૂકી દો.
- 12
હવે પૂરી હાથમાં લેતાં જઈને તૈયાર કરેલા પાણીમાં બોળતા જઈને ગરમાગરમ રગડા પૂરી નો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EBWeek 7ગરમ ગરમ રગડા પૂરી નો ખરો સ્વાદ તો ત્યારેજ આવે . જયારે રગડા માં પાણી પૂરી નું પાણી ઉમેરાય,તેમાં માથે થોડી ડુંગળી, સેવ નાખી,રગડા પૂરી ખાવાની મજા પડી જાય. Archana Parmar -
-
-
-
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7રગડા પૂરી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે, રગડા પૂરી બહુ ચટપટી અને સ્વાદિષ્ટ લાગે છે, રગડા પૂરી બધાની પ્રિય હોય છે. Rachana Sagala -
-
-
-
-
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EBવીક7 રગડાપૂરી,પાણીપુરી માં રગડા માં સૂકા સફેદ વટાણા નો ઉપયોગ કરવામાં આવે છે.અને ગરમ રગડા સાથે પૂરી માં ભરી ને સર્વ કરવામા આવે છે. તો પાણી પૂરી માં ચણા બટાકા ,અને રગડા માં વટાણા બટાકા ને બાફી મીઠું હળદર,હિંગ નાખી ને સાદો રગડો જેવું ઘટ્ટ બનાવમાં આવે છે. અને ઉપર થી તીખી,મીઠી,ખાટી ચટણી,તેમજ સેવ કાંદા નાંખી ને રગડાપૂરી સર્વ થાય છે. આ સ્ટ્રીટ ફૂડ ની પ્રખ્યાત વાનગી છે. તો ચોક્કસ ટ્રાઇ કરજો. Krishna Kholiya -
-
ભેળ અને ભેળ પૂરી(bhel puri recipe in gujarati)
પહેલાના સમયમાં ચોપાટીની ભેળપૂરી ખૂબ વખણાતી. મુંબઈમાં ભેળની મજા માણવી હોય તો ગલીને નાકે નાનકડું ઠેલું લઈને ઉભા રહેતા ફેરિયા (ભૈયા)ની પાસે ખાવી જોઈએ. મુંબઈમાં સેવપુરી-ભેળપુરીનો વ્યવસાય મોટે ભાગે ઉત્તર પ્રદેશના વતનીઓ ચલાવે છે અને તેમને 'ભૈયાજી' કહીને સંબોધાય છે. Vidhi V Popat -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા પૂરી એ ગુજરાત માં ખૂબ ફેમસ છે. તેને ગરમ પાણી પૂરી ના નામે પણ ઓળખાય છે.રગડા પેટીસ ના રગડા નો ઉપયોગ પણ કરી શકાય છે. અને ટેસ્ટ મા પણ મસ્ત હોય છે.તેમાં પાણી પૂરી નું પાણી, મીઠી ચટણી નાખી ને ખવાય છે . Helly shah -
-
-
-
-
-
-
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#KER#cookpad રગડા પૂરી રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય છે. આ રેસીપીના મુખ્ય ઘટકો પૂરી અને રગડા ગ્રેવી અગાઉથી તૈયાર કરવામાં આવે છે અને તેને સંગ્રહિત કરી રાખી શકાય છે. જો બધી સામગ્રી તૈયાર હોય તો તેને ખૂબ ઓછા સમયમાં બનાવી શકાય છે.સ્વાદ અનુસાર તેમાં રહેલા ઘટકોની માત્રા બદલી શકાય છે. પૂરી અને રગડા ઉપરાંત ખજૂર-આમલીની ચટણી ,લીલી ચટણી અને સેવની માત્રા બદલી શકાય છે. તો ચલો જોઇ લઇએ અમદાવાદની ફેમસ અને સ્પેશિયલ એવી રગડા પૂરી ઘરે કેવી રીતે બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ