ફાડા ખીચડી (Fada khichadi Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપઘઉંના ફાડા
  2. ૧/૨ કપમગની પીળી દાળ
  3. કેપ્સીકમ
  4. બટાકા
  5. ટામેટા
  6. ૧/૨ કપ લીલું લસણ
  7. ૧/૨ કપ લીલી ડુંગળી
  8. ૧ ડાળી મીઠો લીમડો
  9. તમાલપત્ર
  10. ઈંચ આદુ
  11. લીલા મરચાં
  12. તજ
  13. લવિંગ
  14. ૧/૨ ચમચી હળદર
  15. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  16. સ્વાદાનુસાર મીઠું
  17. ૧/૨ ચમચી ગરમ મસાલો
  18. ૨ ચમચીઘી
  19. ૧/૨ ચમચીજીરુ
  20. ૧/૨ ચમચીરાઈ
  21. ૧/૨ ચમચીહિંગ
  22. લાલ સુકા મરચા
  23. જરૂર મુજબ લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગની દાળ અને ફાડા ને બરાબર ધોઈ અડધો કલાક સુધી પલાળવા.

  2. 2

    હવે કુકરમાં ૨ ચમચી ઘી ઉમેરો. તેમાં જીરુ રાઈ તજ લવિંગ લીલા મરચાં મીઠો લીમડો આદુ સૂકા મરચાં લવિંગ તજ તમાલપત્ર હિંગ ઉમેરી બરાબર સાંતળી લો.

  3. 3

    હવે તેમાં બધા જ શાકભાજી ઉમેરો અને મિક્સ કરી લો.

  4. 4

    હવે તેમાં પલાળેલા ફાડા અને દાળ ઉમેરી દો. પછી તેમાં મસાલો ઉમેરો હળદર મરચું મીઠું ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો.

  5. 5

    હવે બધું બરાબર મિક્સ કરી લો પછી તેમાં પાણી ઉમેરો. ને ચાર સીટી વગાડી લો

  6. 6

    તો હવે તૈયાર છે ફાડા ખીચડી. હવે તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

ટિપ્પણીઓ (15)

Similar Recipes