ખજૂરનાં મફિન્સ (Dates Muffins recipe in Gujarati)

Divya Gandhi
Divya Gandhi @cook_27079938

એક પ્રકારની હેલ્થી રેસિપી છે, જેમાં ગળપણમાં ખાંડની જગ્યાએ ખજૂરનો ઉપયોગ કર્યો છે... જેથી ડાયાબિટીસનાં પેશન્ટ પણ ખાઈ શકે..
#કૂકબુક

ખજૂરનાં મફિન્સ (Dates Muffins recipe in Gujarati)

એક પ્રકારની હેલ્થી રેસિપી છે, જેમાં ગળપણમાં ખાંડની જગ્યાએ ખજૂરનો ઉપયોગ કર્યો છે... જેથી ડાયાબિટીસનાં પેશન્ટ પણ ખાઈ શકે..
#કૂકબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr 15 min
૬ - ૮ લોકો
  1. 120 ગ્રામઘઉંનો લોટ
  2. 6-8 નંગખજૂર
  3. 200મીલી દૂધ
  4. 30મીલી તેલ (ફ્લેવર વગરનું)
  5. 1/2 tspબૅકિંગ પાઉડર
  6. 1/2 tspબૅકિંગ સોડા
  7. 1/2 tspવેનિલા ઍસેન્સ

રાંધવાની સૂચનાઓ

1 hr 15 min
  1. 1

    હૂંફાળા દૂધમાં સીડલેસ ખજૂરને 30 min સુધી પલાળી રાખો.

  2. 2

    30 min બાદ મિક્ષરમાં ખજૂર અને દૂધની પેસ્ટ બનાવો. ત્યારબાદ એમાં તેલ ઉમેરી બરોબર મિક્ષ કરી લો.

  3. 3

    આ મિશ્રણમાં ઘઉં નો લોટ અને બૅકિંગ પાઉડર ઉમેરી, સપ્રમાણ દૂધ નાખતાં જઇ બૅટર તૈયાર કરો.

  4. 4

    જાડા તવા પર સ્ટેન્ડ અને તેનાં ઉપર કાણાંવાળી જાળી મૂકી મોટા વાસણ થી ઢાંકી ને 10 min મિડીયમ આંચ પર થવા દો.

  5. 5

    બૅટરમાં વેનિલા ઍસેન્સ અને બૅકિંગ સોડા નાંખી મિક્ષ કરી લો... બૅટરને મફિન્સ મૉલ્ડમાં 3/4 સુધી ભરી દો.

  6. 6

    તૈયાર કરેલા મૉલ્ડને કાણાંવાળી જાળી પર મૂકી 15-20 min ધીમી આંચ પર બૅક થવા દો...

  7. 7

    20 min બાદ મફિન્સને મોલ્ડમાંથી કાઢી લઈ, થોડીવાર પછી serve કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Gandhi
Divya Gandhi @cook_27079938
પર

ટિપ્પણીઓ

Similar Recipes