વેજિટેબલ ખીચડી(Vegetable khichdi recipe in Gujarati)

megha sheth
megha sheth @Cooking_withmegha
ઝાલોદ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપબાફેલું મિક્ષ ધાન
  2. 1/2 કપતુવેરના દાણા
  3. 1/2 કપપાપડી
  4. 1/3 કપસમારેલું ટમેટું
  5. 1/2 કપસમારેલો બટાકા
  6. 1બાઉલ ચોખા
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 નંગતમાલ પત્ર
  9. 1 નંગતજ નો ટુકડો
  10. 1 નંગલવિંગ
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્ષ ધાન ને બાફી લઈશું.ત્યાર બાદ આપણે બટાકા અને ટામેટા ને ઝીણું સમારી લઈશું.

  2. 2

    હવે આપણે કુકર મા તેલ મૂકીશું.ત્યાર બાદ તેલ ગરમ થાય તો તેનામાં આપણે જીરું ઉમેરી લઈશું.ત્યાર બાદ તેના ના 1/3 ચમચી હિંગ ઉમેરી લઈશું.ત્યાર બાદ આપણે તેનામાં લવિંગ, તજ, અને તમાલ પત્ર ઉમેરી લઈશું. ત્યાર બાદ આપણે તેનામાં 1 ચમચી લાલ મરચુ 1/2 ચમચી હળદર ઉમેરી ને બરાબર મિક્ષ કરી લઈશું.ત્યાર બાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અને મિક્ષ કરી લઈશું.ત્યાર બાદ આપણે તેના માં બટાકા ઉમેરી લઈશું.અને બરાબર મિક્ષ કરી લઈશું.ત્યાર બાદ આપણે તેનામાં સમારેલું ટમેટું, પાપડી અને તુવેરના દાણા ઉમેરી ને barbar મિક્ષ કરી લઈશું.

  3. 3

    ત્યાર બાદ આપણે તેનામાં મિક્ષ બાફેલું ધાન ઉમેરી લઈશું અને મિક્ષ કરી લઈશું.ત્યાર બાદ આપણે થોડું મરચુ અને હળદર ઉમેરી ને મિક્ષ કરી લઈશું.ત્યાર બાદ આપણે તેનામાં ધોઈ ને રાખેલા ચોખા ઉમેરી ને બરાબર મિક્ષ કરી લઈશું.

  4. 4

    ત્યાર બાદ આપણે તેને 1 થી 2 મિનિટ બરાબર સાતળી લઈશું ત્યાર બસ આપણે 3 કપ પાણી ઉમેરી ને બરાબર મિક્ષ કરી ને 4 થી 5 સિટી વાગે એટલે ગેસ બંધ કરી લઈશું.તો તૈયાર છે આપણે ખીચડી.

  5. 5

    આપણે તેને દહીં જોડે સર્વ કરીશું.ખીચડી હોય એટલે ખીચડીની મજા તો દહીં જોડે જ આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
megha sheth
megha sheth @Cooking_withmegha
પર
ઝાલોદ
મારુ નામ મેઘા છે.હુ એક વૈષ્ણવ છું. મને ગર્વ છે કે મને વૈષ્ણવ ના ત્યા જન્મ મલિયો છે. મને વાંચવુ સારૂ લાગે છે. વાંચવા સાથે નવુ નવુ જાણવુ પણ બહુંજ ગમે છે.મને નવી નવી વસતુ બનાવી પણ ગમે છે. આ એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણી વાનગીઓ ને રજુ કરી શકીએ છીએ.મને cooking નો બહુ જ શોક છે.મને નવી નવી વાનગી બનાવી ને મારા ફેમીલી મૅમ્બર ને જમાડવા માં ખૂબ જ ગમે છે.. આમ તો મને ક્રિએટિવિટી નો પણ ખૂબ શોક છે.મેં કોમ્પ્યુટર એન્જીનીયર છું.. હાલ એક શિક્ષક તરીકે જોબ કરું છુ. I Love Cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes