રેડસોસ ચીઝી પાસ્તા

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#મોજમસ્તી..બાળકોને આનંદીત કરવા માટે મનગમતી વાનગી.

Read more
Edit recipe
See report
Share

Ingredients

30 મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ કપ ફુસલી પાસ્તા
  2. ૪ નંગ ટામેટા ની ગ્રેવી
  3. ૨/૩ ચમચી બટર
  4. ડુંગળી અને લસણ ની ગ્રેવી એક વાટકી
  5. ૧ નંગ કેપ્સીકમ નાના ટુકડા
  6. ૮ થી ૧૦ નંગ તુલસીના પાન
  7. અડધી ચમચી મરી પાવડર
  8. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  9. ૧ ચમચી ઓરેગાનો
  10. સ્વાદ અનુસાર મીઠું
  11. ૩ નંગ ચીઝ ક્યુબ ગાર્નીશિંગ માટે
  12. ટમેટો કેચપ અડધો કપ

Cooking Instructions

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક જાડા તળિયાના વાસણમાં પાણીને ઉકળવા મૂકો. ૧/૨ ચમચી તેલ અને થોડું મીઠું ઉમેરો.પાણી ઉકળે એટલે પાસ્તા ઉમેરી નરમ થાય ત્યાં સુધી હલાવીને તપાસતા રહો.પછી પાસ્તાને ચારણીમાં નાખી પાણી નિતારી ઉપરથી તરત જ ઉપર ઠંડુ પાણી ઉમેરો અને બે ચમચી તેલ નાખી સરસ મિક્સ કરી નાખો જેથી તે ઠંડા પડતા ચોંટી ના જાય.

  2. 2

    એક પેનમાં થોડું બટર ગરમ કરી તેમાં કેપ્સીકમ ને સહેજ વાર માટે સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરી થોડીવાર સાંતળો પછી તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમા તાપે ચડવા દો ત્યારબાદ તેમાં બાકીના બધા જ મસાલા ઉમેરીને પાંચ મિનિટ ચડવા દો.

  3. 3

    તૈયાર કરેલી ગ્રેવી માં પાસ્તા ઉમેરી બરાબર મિક્સ કરો અને ચીઝ અને ટમેટો સોસથી ગાર્નીશ કરો.

Reactions

Edit recipe
See report
Share

Comments (5)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
ફાવ્યા ફાવ્યા ભાઈ ફોટો માં. જોરદાર

Written by

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
on
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
Read more

Similar Recipes