કોર્ન(Corn Recipe in Gujarati)

Krutika Jadeja
Krutika Jadeja @Krutika1

#GA4 #Week8

કરમપોડી એ સાઉથ ઇન્ડિયન ગરમ મસાલો છે. તેને "ગનપાવડર" પણ કહેવામાં આવે છે. તમારા કોર્ન ચાટને સાઉથ ઇન્ડિયન ટ્વીસ્ટ આપો.

કોર્ન(Corn Recipe in Gujarati)

#GA4 #Week8

કરમપોડી એ સાઉથ ઇન્ડિયન ગરમ મસાલો છે. તેને "ગનપાવડર" પણ કહેવામાં આવે છે. તમારા કોર્ન ચાટને સાઉથ ઇન્ડિયન ટ્વીસ્ટ આપો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 સર્વિંગ્સ
  1. કરમપોડી પાઉડર માટે
  2. 1 ટેબલસ્પૂનચણા દાળ
  3. 1 ટેબલસ્પૂનઅડદ દાળ
  4. 1 ટેબલસ્પૂનઆખું જીરુ
  5. 1 ટી સ્પૂનરાઇ
  6. 1 ટી સ્પૂનમેથી દાણા
  7. 1 ટી સ્પૂનધાણા
  8. 4કડી લસણ
  9. 2આંબલી
  10. 1/2 ટી સ્પૂનહીંગ
  11. 1 ટી સ્પૂનઘી
  12. 4-5મીઠા લીમડાનાં પાન
  13. 1 ટેબલસ્પૂનમરચું પાઉડર
  14. 1 ટી સ્પૂનમીઠું
  15. કરમપોડી કોર્ન  માટે
  16. 2બાફેલી મકાઈ
  17. 1 ટેબલસ્પૂનબટર
  18. 1/2 ટી સ્પૂનહીંગ
  19. 3 ટેબલસ્પૂનલીંબુનો રસ
  20. ખમણેલું ચીઝ
  21. મીઠું સ્વાદ પ્રમાણે
  22. 2ટેબલસપૂન કરમપોડી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    કરમપોડી પાઉડર માટે પહેલા એક પેન માં ચણા દાળ, અડદ દાળ, જીરુ, ધાણા, મેથી અને રાઇને ઘીમાં રોસ્ટ કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં હીંગ, લસણ, આંબલી અને લીમડાનાં પાન ઉમેરી બધું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરી લ્યો.

  3. 3

    હવે તેને ગેસ પર થી ઉતારી તેમાં મરચું પાઉડર અને મીઠું ઉમેરી મીશ્રણ ને ઠંડુ થવા દો. મીશ્રણ ઠંડુ થયા પછી તેનો મીક્સર વડે પાઉડર બનાવી લ્યો.

  4. 4

    2 ટેબલસ્પૂન કરમપોડી પાઉડર માં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લ્યો. એક કડાઇ માં બટર ગરમ કરો. તેમાં હીંગ અને પેસ્ટ ઉમેરો.

  5. 5

    બટર છુટ્ટુ પડે ત્યાં સુધી પકાવવું. હવે તેમાં બાફેલી મકાઈ ના દાણા, લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠું કરી બરાબર મીક્સ કરી લ્યો.

  6. 6

    સર્વીંગ બાઉલમાં કાઢી તેને ચીઝ વડે ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krutika Jadeja
Krutika Jadeja @Krutika1
પર

Similar Recipes