મેથી પાલક પૂરી(Methi palak poori Recipe in Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#કૂકબુક
#post2
#પૂરી
#મેથી
#પાલક
#દિવાળીસ્પેશ્યલ

મેથી પાલક પૂરી એક ઉત્તમ નાશ્તો છે. તે દિવાળી, સાતમ જેવા તહેવારો માં ખાસ બનાવવા માં આવે છે તથા દૈનિક નાશ્તા તરીકે પણ દરેક ગુજરાતી ના ઘર માં અવાર નવાર બનતી રહે છે. તે મુસાફરી માટે પણ ઉત્તમ વિકલ્પ છે. તે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ પૂરી ચા - કોફી સાથે સર્વ કરી શકાય છે.

મેથી કોલેસ્ટ્રોલ ઘટાડે છે, પાચન ક્રિયા માં મદદરૂપ થાય છે, હૃદય રોગના જોખમો ઘટાડે છે, શરીર માં સોજા ઘટાડે છે, શરદી-કફ માં રાહત આપે છે તથા ચામડી ના રોગો પણ મટાડે છે.

એક રીતે પાલક કેન્સર અટકાવે છે, બ્લડ ખાંડ ઘટાડે છે, હાડકાના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરે છે, વજન ઘટાડવામાં સહાયક છે, હાઇપર ટેંશન ઘટાડે છે તથા આંખો નું તેજ વધારે છે.

મેથી પાલક પૂરી માં મેથી અને પાલક ના પાન નો ઉપયોગ થતો હોવા થી આપણને બંને ના ગુણો નો લાભ મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4-5 વ્યક્તિ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1/4 કપરવો
  3. 1જુડી જીણી સમારેલી પાલક
  4. 2જુડી જીણી સમારેલી મેથી ની ભાજી
  5. 1/2 કપતેલ નું મોણ
  6. 2 ટેબલસ્પૂનતલ
  7. 1 ટેબલસ્પૂનહજમો
  8. 1 ટીસ્પૂનઆખું જીરું
  9. 1 ટીસ્પૂનશેકેલું જીરું પાઉડર
  10. 1 ટીસ્પૂનમરી નો અધકચરો ભૂકો
  11. 1 ટીસ્પૂનકલોનજી
  12. 1/4 ટીસ્પૂનહિંગ
  13. 1/4 ટીસ્પૂનહળદર
  14. 2 ટેબલસ્પૂનખાંડ
  15. 2 ટેબલસ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. પાણી જરૂર પ્રમાણે
  18. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક કઠોક માં ઘઉં નો લોટ, રવો, તલ, હજમો, હિંગ, શેકેલું જીરું પાઉડર, આખું જીરું, મરી નો ભૂકો, હળદર, લીલા મરચાં ની પેસ્ટ, ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું લો.

  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલી મેથી, પાલક અને કલોનજી ઉમેરી ને મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં મુઠ્ઠી પડતું તેલ નું મોણ નાખી મિક્સ કરો. ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી ને કઠણ લોટ બાંધો અને તેને 15 મિનિટ રેસ્ટ આપો।

  4. 4

    હવે લોટ ને ફરી મસળી ને નાના - નાના લુવા કરી લો. લુવા ની પૂરી વણી તેની ઉપર ચપ્પુ થી કાપા પાડો જેથી પૂરી ફૂલી જાય નહિ. હવે એક પેન માં તેલ ગરમ કરો. પૂરી ને તેલ માં મધ્યમ તાપે લાઈટ ગોલ્ડન બ્રાઉન તળી લો. તળતી વખતે પૂરી ને બંને બાજુ ફેરવવી।

  5. 5

    સ્વાદિષ્ટ મેથી પાલક કડક પૂરી તૈયાર છે. ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો. ચા / કોફી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes