ધેવર (Ghevar Recipe In Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#કૂકબુક
#પોસ્ટ3
#દિવાળી સ્પેશિયલ
ઘેવર મૂળ તો રાજસ્થાની મીઠાઈ છે ,જે ખાસ રક્ષાબંધન ના પર્વ દરમિયાન બનાવવા મા આવે છે.... પરંતુ મેં અહીં તેને દીપાવલીના આ શુભ પ્રસંગે બનાવ્યા...

ધેવર (Ghevar Recipe In Gujarati)

#કૂકબુક
#પોસ્ટ3
#દિવાળી સ્પેશિયલ
ઘેવર મૂળ તો રાજસ્થાની મીઠાઈ છે ,જે ખાસ રક્ષાબંધન ના પર્વ દરમિયાન બનાવવા મા આવે છે.... પરંતુ મેં અહીં તેને દીપાવલીના આ શુભ પ્રસંગે બનાવ્યા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
4 સર્વિં ગ્
  1. 1/2 કપમેંદો, ચાળીને
  2. 1/4 કપદૂધ
  3. 1/8 કપઘી
  4. 1 ચમચીલીંબુ નો રસ
  5. 1 1/4 કપપાણી,ઠંડુ
  6. ચાસણી માટે
  7. 1/2 કપખાંડ
  8. પાણી જરૂર મુજબ
  9. 1 ચપટીકેસર
  10. ઘી તળવા માટે
  11. ગાર્નિશ માટે
  12. બદામ ની કતરણ
  13. કાજુ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સર ની જાર લઇ તેમાં ઘી અને 1/4 કપ ઠંડું પાણી ઉમેરી મિક્ષરમાં ફેરવવું. એક રસ થઇ જાય પછી દૂધ નાખી ફરી મિક્ષી માં ફેરવવું.હવે ત્રીજા ભાગ નો મેંદો અને 1/4 કપ પાણી ઉમેરી મીક્ષી માં ફેરવવું. ફરી આ રીતે બાકી નો મેંદો અને પાણી ઉમેરી મિક્ષરમાં ફેરવવું. હવે મિક્સર ચાલુ બંધ કરતા કરતા એક મિનિટ માટે ફેરવવું.હવે આ બેટર ને એક વાસણમાં કાઢીને એક ચમચી રસ લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી તૈયાર રાખો.

  2. 2

    હવે જાડા તળિયાવાળા વાસણમાં ઘી ગરમ કરવા મુકો. તેમાં મોલ્ડ મૂકો. ઘી ગરમ થઇ જાય એટલે તેમાં ચમચાથી ઊંચેથી બેટર રેડવું. ઘી માં પરપોટા ઓછા થાય પછીવચ્ચે ચપ્પુ થી જગ્યા કરવી અને ફરી થોડું બેટર નાખવું, આ રીતે ચાર પાચ વાર થોડું થોડું બે ટર નાખતા જવું. સરસ તળાઈ જાય એટલે તેને બહાર કાઢી ઘી નીતરવા રાખવું. આ રીતે બધા ઘેવર તૈયાર કરી લેવા.

  3. 3

    હવે એક તપેલીમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી ઉમેરી એકતારી ચાસણી કરવી. તેમાં કેસર ઉમેરવું. ચાસણીને થોડી ઠરવા દેવી.

  4. 4

    હવે ઘેવર ને લઈ તેની ઉપર ચાસણી ચમચીથી થોડી થોડી રેડવી. ઉપર કાજુ બદામની કતરણ થી ગાર્નીશ કરવું.... તો તૈયાર છે આપણા દિવાળી સ્પેશ્યલ મીઠાઈ ઘેવર....

  5. 5

    તમે તેને તેલમાં પણ તળી શકો છો પણ સ્વીટ છે એટલે ઘી મા બહુ જ સારો ટેસ્ટ આવે છે. ચાસણી પ્રોપર બનવી જોઇએ નહીં તો ઘેવર સોફ્ટ થઈ જશે.. ચાસણી વિના ના ઘેવર ને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. જ્યારે ચાસણી વાળા ઘેવરને આઠથી દસ દિવસ માટે.....

  6. 6

    પાણી ઠંડુ જ લેવું અને થોડું ઓછું વધતું જોઈ શકે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes