કચોરી(Kachori Recipe in Gujarati)

Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619

#GA4
#week9
#fried
લીલવાની કચોરી એને લીલી તુવેર ની કચોરી પણ કહેવામાં આવે છે.જે ગુજરાતીનુ ખૂબ જ ફેમસ ફરસાણ છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘર ના બઘા ને ભાવે એવી લીલવા ની કચોરી બનાવી છે.

કચોરી(Kachori Recipe in Gujarati)

#GA4
#week9
#fried
લીલવાની કચોરી એને લીલી તુવેર ની કચોરી પણ કહેવામાં આવે છે.જે ગુજરાતીનુ ખૂબ જ ફેમસ ફરસાણ છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘર ના બઘા ને ભાવે એવી લીલવા ની કચોરી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપતુવેર ના દાણા (ક્રશ કરેલા)
  2. 3 ટેબલસ્પૂનતેલ
  3. 1/2 ટીસ્પૂનહીંગ
  4. 1 ટેબલસ્પૂનઆદુ,મરચાં લસણ ની પેસ્ટ
  5. 3 ટેબલસ્પૂનકોપરા નુ છીણ
  6. 1 ટેબલસ્પૂનતલ
  7. મીઠું સ્વાનુસાર
  8. 2 ટેબલસ્પૂનકીસમીસ
  9. 2 ટેબલસ્પૂનખાંડ
  10. 1/2 કપકોથમીર
  11. 3 ટેબલસ્પૂનલીલુ લસણ
  12. 2 ટેબલસ્પૂનલીબું નો રસ
  13. તેલ તળવા માટે
  14. 1 કપમેંદો
  15. 1/2ઘઉં નો લોટ
  16. 2 ટેબલસ્પૂનતેલ
  17. 1 ટીસ્પૂનમીઠું
  18. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી હીંગ,આદુ,મરચાં,લસણની પેસ્ટ,કોપરા નુ છીણ,તલ અને લીલવા ક્રશ કરેલા નાંખી મિક્ષ કરી મીઠું નાંખી ઢાકણ ઢાંકી થોડી વાર થવા દહીં પછી તેમા કીસમીસ અને ખાંડ મિક્ષ કરી લો.

  2. 2

    પછી ગેસ બંધ કરી લીબું નો રસ નાંખી મિક્ષ કરી લો.

  3. 3

    ત્યારબાદ પૂરી માટે મેંદો,ઘઉં નો લોટ,મીઠું અને તેલ મૂકી લોટ બાંઘી લો.

  4. 4

    પછી લુઆ બનાવી પૂરી વણી સ્ટફીંગ ના નાના ગોળા વાળી કચોરી બનાવી લો.

  5. 5

    અને પછી મિડીયમ ગેસ ઉપર તેલ માં તળી કેચપ સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
પર

Similar Recipes