કાજુ કતરી(કાજુ katli Recipe in Gujarati)

Dipti Paleja
Dipti Paleja @Diptis_Cookbook

#trend4, #week4,
કાજુ કતરી, ખૂબજ સરસ, બનાવવા માં ખૂબજ સરળ અને બધાજ તહેવારો ની શાન એવી સૌની મનપસંદ મીઠાઈ છે.

કાજુ કતરી(કાજુ katli Recipe in Gujarati)

#trend4, #week4,
કાજુ કતરી, ખૂબજ સરસ, બનાવવા માં ખૂબજ સરળ અને બધાજ તહેવારો ની શાન એવી સૌની મનપસંદ મીઠાઈ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ કપકાજુ નો ભુક્કો
  2. ૧/૪ કપમિલ્ક પાઉડર
  3. ૧/૨ કપસાકર
  4. ૧/૪ કપપાણી
  5. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    કાજુનો ભૂક્કો કરવા મિક્ષચર માં થોડાં - થોડાં કાજુ લઇ મિક્સી ને ચાલુ બંધ - ચાલુ બંધ કરી કાજુનો ભૂક્કો કરવો જેથી તેમાંથી તેલ છુટ્ટો ના પડે અને સુક્કો ભૂક્કો થાય. આ ભુક્કાને ચારણી થી ચાળી લો.

  2. 2

    એક કડાઈમાં સાકર લો તેમાં પાણી નાખી ગેસ ચાલુ કરો સતત હલાવતા રહો. એક તારી ચાસણી થાય એટલે ગેસ સાવ ધીમો કરી તેમાં કાજુનો અને દૂધનો પાઉડર નાખી મિક્સ કરો હવે તેમાં ઘી નાખીને હલાવતા રહો. કડાઈ છોડવા માંડે ત્યારે ગેસ બંધ કરી બે મિનીટ હલાવતા રહેવું. હવે પસારી ઠંડુ થવા દો.

  3. 3

    એક જાડું પ્લાસ્ટિક લો તેમાં આ મિસરણ ને લઇ પ્લાસ્ટિક થીજ પાંચ મિનિટ મસળો. હવે પ્લાસ્ટીક પર જરા ઘી લગાડી આ મિશ્રણ મૂકી તેનાં પર બીજું પ્લાસ્ટિક મૂકી વેલણ થી વણો.

  4. 4

    હવે તેના પર ચાંદી નો વરખ લગાડી ટુકડાં કરો. સ્ટીલની ફૂટપટ્ટીથી કાપા પાડવા જેથી એક સરખા થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Paleja
Dipti Paleja @Diptis_Cookbook
પર

Similar Recipes