અડદીયા(Adadiya recipe in gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
શેર કરો

ઘટકો

30 મિનિટ
પાંચ લોકો માટે
  1. 1 કિલોઅડદનો લોટ
  2. 1 કિલોધી
  3. ૨૫૦ ગ્રામ ખાંડ
  4. 50 ગ્રામજાવંત્રી
  5. 50 ગ્રામકાજુ
  6. 50 ગ્રામબદામ
  7. 2 ગ્લાસદૂધ
  8. 150 ગ્રામગુંદ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સર્વપ્રથમ એક મોટુ baul લેવાનું ત્યારબાદ તેમાં 1 કિલો અડદનો લોટ નાખવાનો ત્યારબાદ એક તપેલી લેવાની તેમાં એક ગ્લાસ દૂધ નાખવાનું

  2. 2

    ત્યારબાદ ઘી લેવાનું આપણે જે દૂધ લીધું હતું તેમાં બે મોટા ચમચા ઘી ઉમેરી ઘી ઓગળે ત્યાં સુધી તેને ગરમ કરવાનું

  3. 3

    મિક્સ કરેલા દૂધ અને ઘી ને આપણા જે લોટ લીધો હતો તેમાં બંને ને ઉમેરી દો અને ધીમે ધીમે ચમચાની મદદથી હલાવો

  4. 4

    આ બંને જ સરખું મિક્ષ થઇ જાય ત્યારબાદ તેને હાથની મદદથી પાંચથી સાત મિનિટ માટે ભુસો લોટને આવી રીતે ભૂસવા થી તેમાં એકદમ સરસ કણી પડે છે આ કયા બાદ લોટને એક કલાક માટે ઢાંકીને રાખી દેવાનો

  5. 5

    એક મોટા તપેલામાં ઘી લેવાનું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ગુંદ નાખવાનો અને તેને તળી લેવા નો

  6. 6

    ગુંદ તળી ને બહાર આપણે કાઢી લઈએ ગુડ કાઢી લીધા બાદ આપણે જ લોટ રાખ્યો હતો તેને તપેલામાં નાખી અને ચમચાની મદદથી હલાવવા રાખવાનું

  7. 7

    થોડો ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ દૂધ ઉમેરવાનો જેથી તેમાં કણી એકદમ સરસ પડે અને ત્યારબાદ તેને રેડ કલર જેવો થવા દેવાનો

  8. 8

    આ થઈ જાય ત્યારબાદ એક મિક્સર જારમાં જાવંત્રી અને થોડી ખાંડ લેવાની ત્યારબાદ તે બંનેને ક્રશ કરી લેવાની અને તેનો પાઉડર બનાવવાનો અને 250 ગ્રામ દળેલી ખાંડ લેવાની

  9. 9

    ત્યારબાદ આપણે અડદિયા સેકાઈ જાય પછી તેમાં આપણે જ ગુંદ કર્યો તો તે નાખવાનો પછી આપણે જાવંત્રી અને ખાંડનો પાઉડર બનાવ્યું તે ઉમેરવાનો અને ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરવાની

  10. 10

    આ બધું જ ઉમેર્યા બાદ તેમાં કાજુ અને બદામ નાના નાના ટુકડા ઉમેરવા ના અને ત્યારબાદ તેમાં બે ચમચી ઘી ઉમેરી બધાને સરખું મિક્સ કરી લેવાનું

  11. 11

    બધું જ સરખું મિક્ષ થઇ જાય ત્યારબાદ તેને હાથની મદદથી વાડી લેવાના તો તૈયાર છે આપણા આ સ્વાદિષ્ટ અડદિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર

Similar Recipes