અડદીયા(Adadiya pak Recipe in Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#GA4
#Week9
#Mithai
#Post5
શિયાળો શરૂ થાય એટલે અડદીયા ની પણ સીઝન શરૂ થઈ જાય છે.અડદીયા માં પણ ઘણી જાત નાં બનતા હોય છે. મેં દિવાળી નાં।તેહવાર ૠઆટે બનાવ્યા મીઠાઈ માં અડદીયા.

અડદીયા(Adadiya pak Recipe in Gujarati)

#GA4
#Week9
#Mithai
#Post5
શિયાળો શરૂ થાય એટલે અડદીયા ની પણ સીઝન શરૂ થઈ જાય છે.અડદીયા માં પણ ઘણી જાત નાં બનતા હોય છે. મેં દિવાળી નાં।તેહવાર ૠઆટે બનાવ્યા મીઠાઈ માં અડદીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૭-૮ સવૅિંગસ
  1. ૫૦૦ ગ્રામ અડદ ની દાળ નો જીણો લોટ
  2. ૫૦૦ ગ્રામ જીણી દળેલી ખાંડ
  3. ૨૫૦ ગ્રામ ઘી
  4. ૧/૨ વાટકીદૂધ
  5. ૫૦ ગ્રામ જીણો કાચો ગુંદર
  6. જાયફળ
  7. ૪-૫ જાવયંત્રી
  8. ૨ ચમચીઇલાયચી નો ભૂક્કો
  9. ૧/૨ વાટકીકીસમીસ
  10. બદામ કાજુ ની કતરણ ઉપર છાંટવા
  11. ખસખસ ઉપર છાંટવા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેલા અડદ નાં લોટ માં ૪ ચમચા ગરમ ઘી અને ૧/૨ વાટકી દૂધ ઉમેરી ધાબો આપો. લોટ ને મસળી લો.ઘઉં ની ચારણી થી ચાળી લો. પહેલા ગરમ ઘી માં કાચો ગુંદર ને તળી લો. જાયફળ જાવયંત્રી નો ભૂક્કો કરી લો.

  2. 2

    એક મોટી કઢાઈ માં ઘી મૂકી એ ધાબો આપેલા લોટ ને એડ કરી શેકી લો. ધીમી આંચ પર જ હલાવતા રહેવું. ઉભાર આવે અને થોડો બદામી રંગ આવે એટલે ગેસ પરથી નીચે ઉતારી લો.

  3. 3

    એ શેકાયેલા લોટ માં ગુંદર, જાયફળ જાવયંત્રી, ઇલાયચી નો ભૂક્કો અને કીસમીસ એડ કરી ૧૦-૧૫ મીનીટ ઠંડો પડવા દો. પછી એમાં દળેલી ખાંડ ઉમેરી એકસરખું હલાવી લો અને ગઠ્ઠા ન રહે તે જોવું.

  4. 4

    સરખું મિક્સ થઈ જાય એટલે ઘી લગાવેલી થાળી માં ઢાળી લો. થાળી ને હળવે થી થપથપાવો જેથી એકસમાન રહે.ઉપર ખસખસ અને બદામ કાજુ ની કતરણ ભભરાવો.

  5. 5

    એને ૭-૮ કલાક જામવા દો.પછી કાપા પાડી લો. કાપા પાડતી વખતે ધીમે થી કાઢવું જેથી ભૂક્તૈકો ન થાય.યાર છે શિયાળા સ્પેશીયલ અડદીયો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes