રીંગણ નો ઓળો(Ringan no olo recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

અત્યારે શિયાળો પુર બહાર માં છે ત્યારે ગરમાગરમ મોટા રીંગણ ભટ્ટા શેકીને તેનો ઓળો રોટલા ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે મેં ઘઉં-બાજરાની ભાખરી,લાલ-લીલી ચટણી, ઘી-ગોળ અને છાશ સાથે સર્વ કર્યુ છે ઓળા માં ઉપરથી કાચું તેલ રેડયું છે જેનાથી તેનો સ્વાદ વધારે સરસ લાગે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1 કિલોભટ્ટા(મોટા રીંગણ)
  2. 3 નંગસૂકી ડુંગળી
  3. 4 નંગટામેટા
  4. 10કળી લસણ
  5. 1 ટુકડોઆદુ
  6. 250 ગ્રામલીલી ડુંગળી(spring onion)
  7. 2 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  8. 2 ચમચીધાણાજીરું
  9. મીઠું જરૂર મુજબ
  10. 4 ચમચીતેલ વઘાર માટે
  11. 1 ચમચીશીંગ તેલ ઉપરથી રેડવા માટે
  12. 4 ચમચીદંડી સાથે સમારેલી કોથમીર
  13. સર્વ કરવા:-
  14. ઘઉં-બાજરાની ભાખરી
  15. લાલ-લીલી ચટણી
  16. ઘી-ગોળ
  17. છાશ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા રીંગણ ને ધોઈ, કોરા કરી સહેજ તેલ ચોપડી ધીમા ગેસ પર શેકી લો.....

  2. 2

    ઠંડા થાય એટલે છોલીને ચમચી વડે સ્મેશ કરી લો....સૂકી ડુંગળી તેમજ ટામેટા...લસણ...આદુ ચોપ કરીને તેલ ગરમ મૂકી સાંતળી લો...લીલી ડુંગળી પણ ચોપ કરી લો...

  3. 3

    હવે ડુંગળી, ટામેટા, લસણ, આદુ સંતળાય જાય એટલે શેકેલા રીંગણ નો માવો ઉમેરી સૂકા મસાલા કરી લો...આપણે મરચું અને ધાણાજીરું જ નાખવાનું છે....મીઠું ઉમેરી મિક્સ કરી લો.....દંડી સાથે સમારેલી કોથમીર ઉમેરો....

  4. 4

    હવે આપણો શિયાળુ સ્પેશ્યલ ઓળો તૈયાર છે...ભાખરી, ઘી-ગોળ, લાલ-લીલી ચટણી અને છાશ- સલાડ સાથે સર્વ કરો...👍

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes