પટ્ટી સમોસા(Patti samosa recipe in gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1 બાઉલ ફણગાવેલા મગ
  2. 1 ચમચીકોથમીર સમરેલી
  3. 1 ચમચીઆદુમરચા વાટેલા
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/2 ચમચીલીંબુ નો રસ
  6. 1 ચમચીખાંડ
  7. 4રોટલી થાય એટલોલોટ
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તો બે પડ ની રોટલી કાચી પાકી શેકી લઈ ને તેને ધાર કાપી ને ઉભી પટ્ટી કાપી લો.

  2. 2

    ફણગાવેલા મગ ને મિક્સર માં ક્રશ કરી ને તાવડી માં 2 ચમચી તેલ મૂકી ને વઘારી લો. તેમાં આદુમરચા, મીઠું,કોથમીર, લીંબુ અને ખાંડ ઉમેરી ને પુરાણ કરી લો.તેના નાના નાના બોલ વાળી લો.

  3. 3
  4. 4

    પટ્ટી નો કોન બનાવી ને તેમાં પુરાણ ભરી ને કોન ને ઘઉં ના લોટ ની પેસ્ટ લગાવી ને ચોંટાડી દો.

  5. 5

    એવી રીતે બધા સમોસા વાળી લો.

  6. 6

    ગરમ તેલ માં મધ્યમ તાપે ક્રિસ્પી તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes