મેથી ના લાડુ(Methi laddu recipe in Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

#MW1
#વસાણું
આ રેસિપી મારી મમ્મી ની છે, એને મને સુવાવડ માં ખવડાવી હતી ત્યારથી મારી ખૂબજ પ્રિય છે.આ લાડુ ખાવાથી કમર માં દુખાવો નથી થતો.

મેથી ના લાડુ(Methi laddu recipe in Gujarati)

#MW1
#વસાણું
આ રેસિપી મારી મમ્મી ની છે, એને મને સુવાવડ માં ખવડાવી હતી ત્યારથી મારી ખૂબજ પ્રિય છે.આ લાડુ ખાવાથી કમર માં દુખાવો નથી થતો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
8 થી 10 જણ માટે
  1. 250 ગ્રામઘઉં નો કકરો લોટ
  2. 250 ગ્રામમેથી દાણા
  3. 500 ગ્રામઘી
  4. 700 ગ્રામગોળ
  5. 100 ગ્રામસાકર
  6. 50 ગ્રામઆખા ગંઠોડા
  7. 50 ગ્રામઆખી સુંઠ
  8. 100 ગ્રામબદામ
  9. 100 ગ્રામગુંદર
  10. 2 વાટકા કોપરું

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    આખી સુંઠ અને ગંઠોડા ને પેલા ખાંડણી માં ખાંડી લો. પછી મિક્સર માં ક્રશ કરો, કોપરા ને છીણી લો.

  2. 2

    બદામ ને મિક્સર માં ક્રશ કરી લો, સાકર અને બદામ પણ ક્રશ કરી લો, મેથીદાણા પણ ક્રશ કરવા, આ બધા ક્રશ કરેલા મિશ્રણ ને એક ત્રાસક માં મિક્ષ કરી લેવા.

  3. 3

    હવે એક પેન માં ઘી લઇ તેમાં લોટ શેકી લો, થોડો બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું અને પેલા મિક્સર માં નાખી દો

  4. 4

    બીજા પેન માં ઘી લઇ તેમાં ગુંદર તળી લેવો, અને થાળી માં કાઢી લેવો, અને તેને વાટકી થી ક્રશ કરવું, એજ ઘી માં કોપરાનું છીણ નાખી શેકી લેવું અને પેલા મિશ્રણ માં ઉમેરવું.

  5. 5

    આ રીતે વાટકી થી ગુંદર દબાવવો, અને મિશ્રણ માં ઉમેરી દેવો

  6. 6

    ફરી એજ પેન માં ઘી અને ગોળ લઇ ગોળ નો પાયો કરી મેથી ના મિશ્ર માં ઉમેરવો અને ખસખસ નાખી લાડુ વાળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes