અડદિયા પાક(Adadiya pak recipe in Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
Navsari

#MW1
આ અડદિયા મા વસાણા અને ખારેક અને ગુંદર નાખવામાં આવે છે જે હેલ્થ માટે ખૂબ જ સારા છે

અડદિયા પાક(Adadiya pak recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#MW1
આ અડદિયા મા વસાણા અને ખારેક અને ગુંદર નાખવામાં આવે છે જે હેલ્થ માટે ખૂબ જ સારા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઅડદનો કરકરો લોટ
  2. 200 ગ્રામખારેક
  3. 100 ગ્રામ ગુંદર
  4. 50 ગ્રામબત્રીસું
  5. 25 ગ્રામસૂંઠ
  6. 25 ગ્રામપીપરી મૂળ
  7. 250 ગ્રામદળેલી ખાંડ
  8. 500 ગ્રામઘી
  9. 1 મોટી ચમચીઇલાયચી અને જાયફળ નો પાઉડર
  10. 100 ગ્રામ કોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ગુંદરને મિક્સરમાં ઝીણું ક્રશ કરી લો. પછી ખારેકના બીયા કાઢી ને તેનો પણ પાઉડર કરી લો. એક પેનમાં ઘી ગરમ મૂકો. તેમાં અડદનો લોટ ધીમા તાપે શેકો. આછો બદામી થાય એટલે તેમાં દળેલો ગુંદર નાખો અને ખારેક નો પાઉડર નાખો પછી ધીમા તાપે બધુ ગુંદર ફૂટી જાય ત્યાં સુધી રાખો.

  2. 2

    હવે ગેસ બંધ કરીને બધા મસાલા, સૂંઠ,પીપરીમૂળ,બત્રીસુ રાખીને બરાબર મિક્સ કરો.કોપરાનું છીણ ભાવતું હોય તો નાખી શકાય હવે તેને ઠંડુ થવા દો.કલાક પછી તેમાં દળેલી ખાંડ અને ઇલાયચી જાયફળ પાઉડર નાખીને બરાબર મિક્ષ કરો.પછી તેને થાળીમાં પાથરીને તેના પીસ કરો એકદમ ઠંડુ થાય પછી જ પીસ પાડવા.રોજ સવારે એક ટુકડો ખાવાથી આખો દિવસ એનર્જી રહે છે.

  3. 3

    આ અડદિયા માં ખારેક અચૂક નાખવી તો તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવશે અને ડ્રાયફ્રૂટ માં કાજુ અને બદામ ની કતરણ નાખવી ઉપરથી કોપરુ અને ડ્રાયફ્રૂટ થી ડેકોરેશન કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
પર
Navsari

Similar Recipes