અડદિયા (Adadiya Recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#CB7
Week7
#PG
શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી માં વસાણા ખાવાથી શરીર માં ગરમાટો આવે છે. લોકો શિયાળા માં આદુ પાક, ગુંદર પાક , સાલમ પાક અને બીજા અનેક પ્રકારના વસાણાં બનાવે છે . શિયાળા માં વસાણા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

અડદિયા (Adadiya Recipe in gujarati)

#CB7
Week7
#PG
શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી માં વસાણા ખાવાથી શરીર માં ગરમાટો આવે છે. લોકો શિયાળા માં આદુ પાક, ગુંદર પાક , સાલમ પાક અને બીજા અનેક પ્રકારના વસાણાં બનાવે છે . શિયાળા માં વસાણા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 વ્યક્તિ
  1. 500 ગ્રામઅડદ નો કરકરો લોટ
  2. 500 ગ્રામદેશી ઘી
  3. 300 ગ્રામદળેલી ખાંડ
  4. 4 ચમચીઘી (ધાબો દેવા માટે)
  5. 4 ચમચીદૂધ (ધાબો દેવા માટે)
  6. 1 ચમચીઇલાયચી પાવડર
  7. 2 ચમચીસૂંઠ પાવડર
  8. 2 ચમચીગંઠોડા પાવડર
  9. 4 ચમચીબદામ પિસ્તાની કતરણ
  10. ગાર્નિશ માટે :
  11. બદામ પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ અડદ ના લોટ ને ચાળી લો. પછી તેમાં દૂધ અને ઘી નો ધાબો દઈને 10 મિનિટ રહેવા દો.

  2. 2

    પેન માં થોડું ઘી મૂકી તેમાં કાજુ બદામ પિસ્તા ને શેકી લો. હવે તેમાં બાકી નું ઘી મૂકી ધાબો દીધેલા લોટ ને મીડિયમ તાપે શેકી લો.

  3. 3

    લોટ ને સતત હલાવતા રહેવું. લોટ બરાબર શેકાઈ જાય અને સુગંધ આવવા લાગે એટલે ગેસ ઓફ કરી દો.

  4. 4

    પછી તેમાં દળેલી ખાંડ, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર,ઈલાયચી પાવડર અને કાજુ બદામ પિસ્તાની કતરણ એડ કરી બરાબર મિક્સ કરીને હલાવી લો.

  5. 5

    પછી તેને ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરી બદામ પિસ્તાની કતરણ થી ગાર્નિશ કરો. ઠંડુ થાય પછી મનગમતો શેપ આપી કટ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes