અડદિયા (Adadiya Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#CB7

અડદની દાળ શક્તિવધૅક છે.જેને આપણે દાળરૂપે સપ્તાહમાં એક વખત તો ખાઈએ જ છીએ.પરંતું શિયાળામાં તેનું પાકમાં
રૂપાંતર કરી ખાવાથી રૂટીનમા ચેઈન્જ સાથે સાથે તેમાં આવતા ડ્રાયફ્રુટસના પણ ગુણો આપણા શરીરને શક્તિ,કેલરી અને વિટામિન્સ વગેરે પૂરા પાડે છે.જે શરીરની આખા વષૅની જરૂરિયાત પૂરી કરે છે.

અડદિયા (Adadiya Recipe In Gujarati)

#CB7

અડદની દાળ શક્તિવધૅક છે.જેને આપણે દાળરૂપે સપ્તાહમાં એક વખત તો ખાઈએ જ છીએ.પરંતું શિયાળામાં તેનું પાકમાં
રૂપાંતર કરી ખાવાથી રૂટીનમા ચેઈન્જ સાથે સાથે તેમાં આવતા ડ્રાયફ્રુટસના પણ ગુણો આપણા શરીરને શક્તિ,કેલરી અને વિટામિન્સ વગેરે પૂરા પાડે છે.જે શરીરની આખા વષૅની જરૂરિયાત પૂરી કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઅડદનો કરકરો લોટ
  2. 500 ગ્રામચોખ્ખું ઘી
  3. 400 ગ્રામદળેલી ખડી સાકર
  4. 100 ગ્રામગુંદર તળેલો
  5. 50 ગ્રામકાજુ ખમણીીને
  6. 50 ગ્રામબદામ ખમણીને
  7. 3 મોટી ચમચીસૂંઠ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદના કરકરા લોટ ને ચાળી લઇ તેમાં દૂધ ઘી ને જરા હુંફાળું કરીને તેમા ધ્રાબો
    દઈને 30 મિનિટ માટે રેસ્ટ આપો. જેથી ઘી દૂધ લોટ એકબીજા સાથે એકરસ થઈ જશે.ત્યાં સુધી માં કડાઈમાં થોડું ઘી ઉમેરીને ગુંદર તળી લો. પછી ઘ્રાબો દીધેલ લોટને ચાળી લો.

  2. 2

    હવે ગેસ પર એજ કડાઈમાં લોટના માપનું ઘી અને ધ્રાબો દીધેલ લોટ ઉમેરી સતત હલાવતા રહો. ઘીની જરૂર લાગે તો વધુ નાંખી શકાય. જેમ જેમ લોટ શેકાશે તેમ લોટ શેકાઈ ને હળવો થશે.અને સુગંધ આવશે.

  3. 3

    ધીમા તાપે લોટ આછો ગોલ્ડન શેકાઈ ગયા બાદ તેમાં જે પસંદ હોય એ ડ્રાય ફ્રુટ ઉમેરો. તેમાં સૂંઠ,અને તળેલો ગુંદર ઉમેરો.હવે આ બધું જ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો.

  4. 4

    ગેસ પર એક તપેલીમાં સાકર ડૂબે એટલું પાણી ઉમેરી એક તારની ચાસણી તૈયાર કરો અને મિશ્રણમાં ચાસણી ઉમેરી ને બધું બરાબર મીકસ કરી લો.

  5. 5

    હવે તેના અડદિયા વાળી લો.અને મિશ્રણ સૂકું લાગે તો મીશ્રણમાં 2 ચમચી સુધી ગરમ કરેલ દૂધ ઉમેરી શકાય.(લંબ ગોળ આકાર બનાવી તેને વચ્ચેથી કટ કરી લો.સાંકડો ભાગ ઉપર રહે એ રીતે પ્લેટમાં ગોઠવી તેને ઉભી આંગળીઓથી પકડી થોડું પ્રેસર આપો જેથી આંગળીની ડિઝાઇન પડીજશે.)એ રીતે બધા જ અડદિયા ની ડીઝાઇન બનાવી લો.

  6. 6

    તૈયાર થયેલ અડદિયાને સર્વિંગ પ્લેટમાં લઈ હવૅ કરો.તો કાજુ બદામ થી ભરપૂર,ટેસ્ટી,સોફ્ટ અડદિયા
    તૈયાર છે.

  7. 7

    ટીપ્સ:-કોઈપણ વસાણું બનાવો ત્યારે હંમેશા ખડી સાકર જ વાપરવી જેથી તેમાં વપરાતા વસાણાની ગરમીનો ગુણ શરીરને નુકશાન કરી શકતો નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes