રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal

#winter special
આજે મેં રીંગણા નો ઓળો બનાવ્યો છે શિયાળા ની સિઝન મા બાજરી ના રોટલા અને ઓળો સાથે ગોળ મરચાં છાસ આવુ બધુ હોય તો મજા પડી જાય.ઓળો સરસ બન્યો છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ.

રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)

#winter special
આજે મેં રીંગણા નો ઓળો બનાવ્યો છે શિયાળા ની સિઝન મા બાજરી ના રોટલા અને ઓળો સાથે ગોળ મરચાં છાસ આવુ બધુ હોય તો મજા પડી જાય.ઓળો સરસ બન્યો છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 થી 7 વ્યક્તિ માટે
  1. 1 કિલોઓળા ના રીંગણા
  2. 250 ગ્રામલીલી ડુંગળી
  3. 3 નંગસુકી ડુંગળી
  4. 5-6કળી લીલુ લસણ
  5. 4-5 નંગલીલા મરચાં
  6. 2 ચમચીમરચુ
  7. 2 ચમચીહળદર
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. 5-6 ચમચા તેલ
  10. 1/2 ચમચીજીરુ રાઈ મિક્સ
  11. ચપટીહીંગ
  12. 2 ચમચીલસણ ની ચટણી
  13. 2 નંગટામેટાં
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌથી પહેલા રીંગણા ને તેલ લગાવી સેકી લેવા,તેલ લગાવવા થી તેની છાલ જલદી ઉતરી જાય છે

  2. 2

    હવે તેની છાલ ઉતારી ને છુંદો કરી લેવો

  3. 3

    હવે 1 કઢાઇમાં તેલ મુકી તેમા રાઈ જીરુ નો વઘાર કરી હીંગ નાખી તેમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી,લીલું લસણ,લીલા મરચાં,સુકી ડુંગળી,ટામેટાં બધું નાખી એકદમ સરસ ચડવા દેવું.

  4. 4

    હવે તેની અંદર બધા મસાલા મરચુ,મીઠુ,હળદર,લસણ ની ચટણી બધુ નાખી બધા મસાલા સરખા મિક્સ થવા દેવા.

  5. 5

    હવે તેની અંદર સેકેલા રીંગણા નો છુંદો કરેલો તેમા નાખી બધા મસાલા સાથે સરખી રીતે મિક્સ કરી થોડી વાર ચડવા દેવું

  6. 6

    બસ તૈયાર છે ઓળો રોટલા સાથે જમવાની મોજ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal
પર

Similar Recipes