મિરચી વડા(Mirchi vada recipe in Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week13
મરચા ના ભજીયા ખાવાની મજા કંઇક ઓર જ હોય છે પણ ચોમાસા માં આ ભજીયા ખાવા ની મજા શબ્દો માં વર્ણવી શકાય તેમ નથી. આ મારી અને મારા પરિવાર ની મનપસંદ વાનગી માંથી એક છે.

મિરચી વડા(Mirchi vada recipe in Gujarati)

#GA4
#Week13
મરચા ના ભજીયા ખાવાની મજા કંઇક ઓર જ હોય છે પણ ચોમાસા માં આ ભજીયા ખાવા ની મજા શબ્દો માં વર્ણવી શકાય તેમ નથી. આ મારી અને મારા પરિવાર ની મનપસંદ વાનગી માંથી એક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામમોરા મરચા:
  2. 500 ગ્રામબટાકા:
  3. 400 ગ્રામચણા નો લોટ :
  4. ૧ ચમચીતલ :
  5. ૧ ચમચીવરિયાળી :
  6. ૨ ચમચીલીંબુ નો રસ :
  7. ૪ ચમચીમોરસ :
  8. મીઠું : સ્વાદ અનુસાર
  9. ૧ ચમચીઆદુ ની પેસ્ટ :
  10. ૧ ચમચીમરચા ની પેસ્ટ :
  11. ૧ નાનો બાઉલડુંગળી :
  12. ૧/૨ ચમચીહિંગ :
  13. તેલ : જરૂરિયાત મુજબ
  14. ધાણા : જરૂરિયાત મુજબ
  15. લીમડો : બે ત્રણ પાખડી
  16. ૧/૨ ચમચીહળદર :
  17. 1+1/2 ચમચીગરમ મસાલો :

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મરચા ને ધોઈ ઊભા કાપા કરી બિય કાઢી લો. એમાં થોડું થોડું મીઠું ભરી ત્રણ ચાર કલાક રહેવા દેવા જેથી મરચા પોચા થશે અને તીખાશ નીકળી જશે.

  2. 2

    બટાકા બાફીને તેના છોડા કાઢી લેવા. અને તેને ક્રશ (લોચો) કરી લેવો.

  3. 3

    બટાકા નું મિશ્રણ બનાવવા માટે વગાર કરવો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, લીમડો, તલ, વરિયાળી નાખો હલાવો. તેમાં આદુ મરચા ની પેસ્ટ, જીની સમારેલી ડુંગળી ઉમેરી સેજ વાર હલાવવું. ડુંગળી નો કલર બદલાય એટલે ગેસ બંધ કરી ને ક્રશ કરેલા બટાકા ઉમેરો. હવે તેમાં મીઠું, લીંબુ નો રસ, ખાંડ, હળદર અને ગરમ મસાલો ઉમેરી બધું મિક્સ કરી લેવું.

  4. 4

    હવે આ મિશ્રણ ને મીઠા વાળા મરચા માં ભરી લેવું. ત્યાર બાદ ચણાના લોટ નું ખીરું બનાવવા ચણા ના લોટ માં મીઠું, એક ચમચી ખાંડ, મીઠો સોડા નાખી ખીરું બનાવી લેવું.

  5. 5

    પછી તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ખિરા માં ભરેલા મરચા બોળી તળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jignasha JaiminBhai Shah
પર

Similar Recipes