વ્હીટ સ્ટ્રોબેરી કેક (Whole wheat strawberry cake recipe in Guj.)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#Week14
#wheatcake
સામાન્ય રીતે આપણે મેંદા ના લોટ માંથી કેક બનાવતા હોઈએ છીએ પણ મેં આજે ઘઉંના લોટમાંથી સ્ટ્રોબેરી ફ્લેવર વાળી કેક બનાવી છે જે મેંદાની કેક કરતા હેલ્ધી પણ છે. સ્ટ્રોબેરી ફ્લેવર ને લીધે કેક ખૂબ ટેસ્ટી પણ લાગે છે.

વ્હીટ સ્ટ્રોબેરી કેક (Whole wheat strawberry cake recipe in Guj.)

#GA4
#Week14
#wheatcake
સામાન્ય રીતે આપણે મેંદા ના લોટ માંથી કેક બનાવતા હોઈએ છીએ પણ મેં આજે ઘઉંના લોટમાંથી સ્ટ્રોબેરી ફ્લેવર વાળી કેક બનાવી છે જે મેંદાની કેક કરતા હેલ્ધી પણ છે. સ્ટ્રોબેરી ફ્લેવર ને લીધે કેક ખૂબ ટેસ્ટી પણ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મીનીટ
4 લોકો માટે
  1. 1.5 કપઘઉંનો લોટ
  2. 1 કપદહીં
  3. 3/4 કપખાંડ પાઉડર
  4. 1/4 કપઅનફ્લેવર્ડ તેલ
  5. 1/4 કપસ્ટ્રોબેરી ક્રસ
  6. 2 tspસ્ટ્રોબેરી એસન્સ
  7. 1 tspબેકિંગ પાઉડર
  8. 1/2 tspબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

60 મીનીટ
  1. 1

    એક મોટુ બાઉલ લઈ તેમાં દહીં, ખાંડ પાઉડર, તેલ ઉમેરવાનું છે.

  2. 2

    તેમાં સ્ટ્રોબેરી ક્ર્સ અને સ્ટ્રોબેરી એસેન્સ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  3. 3

    બાઉલ પર એક ચારણો મૂકી તેમાં ઘઉંનો લોટ, બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ઉમેરવાના છે.

  4. 4

    ચારણા વડે બધું બરાબર રીતે ચાળી નીચેના વેટ ઇંગ્રીડીયન્સ માં બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    એલ્યુમિનિયમના મોલ્ડ મા ઘી લગાવી તેના પર લોટ છાટી ગ્રીસ કરી લેવાનું છે. જેથી તેમાં તૈયાર થયેલી કેકને ઇઝીલી અનમોલ્ડ કરી શકાય.

  6. 6

    હવે આ તૈયાર કરેલા બેટર ને આ તૈયાર કરેલા મોલ્ડમાં ઉમેરવાનું છે અને તેને થોડું ટેપ કરી બરાબર રીતે પાથરી લેવાનું છે.

  7. 7

    પ્રિહીટ કરેલી કડાઈમાં આ મોલ્ડને મૂકી બરાબર રીતે ઢાંકી 45-50 મિનિટ માટે લો ફ્લેમ પર કુક થવા દેવાનું છે. ત્યારબાદ તેમાં સ્ટીક ભરાવીને બરાબર રીતે કુક થઈ ગયું છે કે નહીં તે ચેક કરી લેવાનું છે.

  8. 8

    બરાબર રીતે કુક થઈ ગયું હોય તો તેને કડાઈ માંથી કાઢી લઈ સાવ ઠરી જાય પછી તેને અનમોલ્ડ કરી લેવાનું છે.

  9. 9

    તો અહીંયા ઘઉંના લોટ માથી બનાવેલી સ્ટ્રોબેરી કેક એકદમ તૈયાર છે. મનગમતા સેઇપમાં ક્ટ કરી સર્વ કરી શકાય. મે તેના પર આઇસીંગ અને ડેકોરેસન કરી આ રીતે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

ટિપ્પણીઓ (32)

Similar Recipes