એગ મિલી જુલી(Egg Milly Jully Recipe In Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

આ આઇટમ માં બે જાત ની ગ્રેવી હોઈ છે અને બંને ના કલર અલગ હોઈ છે. એક રેડ ગ્રેવી અને બીજી ગ્રીન ઓર યેલો કહી શકો. બંને ગ્રેવી ના ટેસ્ટ એકદમ અલગ. સુરતમાં જેમને એગ ની આઇટમ ખાધી હસે એમને ખ્યાલ હસે ત્યાં લીલા લસણ નો ઉપયોગ ખૂબ થાય. અને લીલા લસણ નો ટેસ્ટ જ અલગ આવે ઈંડા ની આઇટમ માં.
#GA4
#Week24

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ માટે
૨૫ મિનિટ
  1. સની સાઇડ અપ માટે
  2. ઈંડુ(કાચું)
  3. ચપટીમીઠું
  4. ચપટીમરી પાઉડર
  5. ચપટીલાલ મરચું
  6. થોડું લીલું લસણ
  7. ૧ ચમચીતેલ
  8. ગ્રીન ગ્રેવી માટે
  9. ૧/૨ કપલીલું લસણ બારીક સમારેલું
  10. ૧/૪ કપકાપેલા લીલા ધાણા
  11. ઈંડા (બાફેલા)
  12. ૧ ટીસ્પૂનલીલા મરચા ની પેસ્ટ
  13. ૧ ટીસ્પૂનઆદુ ની પેસ્ટ
  14. ૧ ટીસ્પૂનધાણજીરું
  15. ૧/૨ ટીસ્પૂનહળદર
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. ક્યૂબ ચીઝ
  18. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  19. ૨ ટેબલસ્પૂનતેલ
  20. ૧ ટેબલસ્પૂનબટર
  21. રેડ ગ્રેવી માટે
  22. કાંદો બારીક સમારેલો
  23. ટામેટું બારીક સમારેલું
  24. ૧/૨ ટીસ્પૂનમરચા ની પેસ્ટ
  25. ૧ ટીસ્પૂનલસણ ની પેસ્ટ
  26. ૧ ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  27. ૧ ટીસ્પૂનએગ કરી મસાલો
  28. ૧/૨ ટીસ્પૂનહળદર
  29. ૧ ટીસ્પૂનધાણજીરું
  30. ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  31. ઈંડા બાફેલા
  32. ૪ ટેબલસ્પૂનલીલું લસણ
  33. ૨ ટેબલસ્પૂનલીલા ધાણા ઝીણા સમારેલા
  34. ક્યૂબ ચીઝ
  35. ૨ ટેબલસ્પૂનતેલ
  36. ૧ ટેબલસ્પૂનબટર

રાંધવાની સૂચનાઓ

૨ વ્યક્તિ માટે
  1. 1

    સની સાઇડ અપ માટે પહેલા તેલ મૂકી એના પ્ર એક ઈંડુ ફોડી એના પર બધા મસાલા નાખી થવા દો. હવે એને એક ડીશ મા કાઢી લો.

  2. 2

    ગ્રીન ગ્રેવી માટે તેલ અને બટર મૂકી એમાં આદુ મરચા ની પેસ્ટ નાખીને એમાં લસણ ની પેસ્ટ નાખી લીલું લસણ અને ધાણા અને બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે એમાં ઈંડા નો યેલો ભાગ નાખી અને થોડું પાણી નાખી મિક્સ કરી લો.એગ યેલો ને મેશ કરી લેવું. ચીઝ ક્યૂબ પણ છીણી દેવું.

  4. 4

    ઈંડા નો વ્હાઇટ ભાગ છીની ને નાખી મિક્સ કરી એને સની સાઇડ અપ પર મૂકી દો.

  5. 5

    હવે રેડ ગ્રેવી માટે તેલ મૂકી એમાં આદુ લસણ નાખી એમાં કાંદા અને ટામેટા અને મીઠું નાખી બરાબર સાંતળો. ફૂલ ગેસ પર સાંતળવું. જરૂર પડે તો પાણી નાખવું. હવે ચડી જાય એટલે એને પોટેટો મેશર થી મેશ કરી લો.

  6. 6

    બધા સૂકા મસાલા નાખી મિક્સ કરી લેવું. ચીઝ ક્યૂબ છીણી દેવું. એગ નો યેલો ભાગ નાખી મેશ કરી થોડું પાણી નાખી થવા દેવું.

  7. 7

    એગ વ્હાઇટ ના ટુકડા કરી એમાં નાખી બરાબર મિક્સ કરી લેવું. લીલા ધાણા અને લસણ પણ નાખી મિક્સ કરવું. એને પ્લેટ માં બીજા અડધા ભાગ માં મૂકવું.

  8. 8

    બ્રેડ અને કાંદા સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes