ગુંદર નાં લાડવા (gundar na Ladoo recipe in gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#GA4
#week14
#Ladoo
ગુંદર નાં લાડુ ખુબ જ શક્તિ દાયક છે.. ગુંદર ખાવા થી શરીર માં આપણા સાંધા ઓને જરૂરી પોષણ આપી સાંધા ઓને ઘસારો થતો અટકાવવા માં મદદરૂપ થાય છે.. તેમાં સુંઠ,ગંઠોડા અને ગોળ,ઘી,સુકોમેવો, કોપરું .. શરીર ને શિયાળામાં ઠંડી માં ગરમાવો આપી તાકાત આપે છે..

ગુંદર નાં લાડવા (gundar na Ladoo recipe in gujarati)

#GA4
#week14
#Ladoo
ગુંદર નાં લાડુ ખુબ જ શક્તિ દાયક છે.. ગુંદર ખાવા થી શરીર માં આપણા સાંધા ઓને જરૂરી પોષણ આપી સાંધા ઓને ઘસારો થતો અટકાવવા માં મદદરૂપ થાય છે.. તેમાં સુંઠ,ગંઠોડા અને ગોળ,ઘી,સુકોમેવો, કોપરું .. શરીર ને શિયાળામાં ઠંડી માં ગરમાવો આપી તાકાત આપે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગુંદર
  2. 2 વાટકીઘઉં નો લોટ
  3. 2 વાટકીસુકા કોપરાનું ખમણ
  4. 2 વાટકીગોળ
  5. 500 ગ્રામઘી
  6. 2 ચમચીસુંઠ પાઉડર
  7. 2 ચમચીગંઠોડા પાઉડર
  8. 2 ચમચીખસખસ
  9. 1 વાટકીકાજુ અને બદામ નો ભુક્કો
  10. 1/2 વાટકીકાજુ અને બદામ ની કતરણ
  11. 1/2 ચમચીજાયફળ પાઉડર
  12. 1/2 ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક દિવસ અગાઉ થી ગુંદર નો ભુક્કો કરી લેવો અને તેને 250 ગ્રામ ઘી માં ડુબાડી ને રાખો.. આ રીતે રાખવાં થી ગુંદર દાંત માં નહીં ચોંટે.. હવે સામગ્રી તૈયાર કરી લો..

  2. 2

    હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી નાખીને તેમાં લોટ નાખી નેં ધીરે તાપે ગુલાબી રંગ થાય એટલો શેકી લો.. હવે તેમાં ગુંદર, સુંઠ અને ગંઠોડા, કાજુ અને બદામ નો ભુક્કો, ઈલાયચી, જાયફળ નો પાઉડર અને ખસખસ, કોપરા નું છીણ નાખી નેં બરાબર મિક્સ કરો અને કાજુ અને બદામ ની કતરણ ભભરાવી દો.હવે સાઈડમાં મુકી દો..

  3. 3

    હવે એક નોનસ્ટિક કડાઈમાં ગોળ સમારેલો અને બે ચમચી ઘી નાખીને ગોળ પીગળે એટલે ગેસ બંધ કરી લો.અને તૈયાર કરેલ મિશ્રણ નાખો અને બધું બરાબર મિક્સ કરો.હવે ગરમ ગરમ જ હાથ માં લઈ ફટાફટ લાડું બનાવી લો..

  4. 4

    તૈયાર છે ગુંદર નાં લાડુ.. ડબ્બામાં ભરી ને મુકી દો..રોજ ખાઓ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ (23)

Parul Patel
Parul Patel @Parul_25
Tysm dear for your awesome recepie
I too made some changes

Similar Recipes