વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#week15
#grill
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 લોકો માટે
  1. સ્ટફિંગ બનાવવા માટે:
  2. 1 કપબાફેલી મકાઈના દાણા
  3. 1/2 કપસમારેલું કેપ્સીકમ
  4. 1/4 કપસમારેલું ટમેટું
  5. 1/4 કપસમારેલી ડુંગળી
  6. 1 tbspલીલા મરચા ની કટકી
  7. 2 tbspઝીણી સમારેલી કોથમીર
  8. 1/2 કપખમણેલું ચીઝ
  9. 1 tbspચાટ મસાલો
  10. 1 tbspમરી પાઉડર
  11. 1 tspરેડ ચીલી ફ્લેક્સ
  12. 1 tspઓરેગાનો
  13. મીઠું સ્વાદાનુસાર
  14. સેન્ડવીચ બનાવવા માટે:
  15. બ્રેડ સ્લાઈસ
  16. સોલ્ટેડ બટર
  17. ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ સ્ટફિંગ તૈયાર કરીશું. તેના માટે એક બાઉલમાં બાફેલી મકાઈના દાણા લઈ તેમાં સમારેલા કેપ્સિકમ, સમારેલા ટામેટાં અને સમારેલી ડુંગળી ઉમેરવાની છે.

  2. 2

    હવે તેમાં લીલા મરચા ની કટકી અને સમારેલી કોથમીર ઉમેરવાની છે

  3. 3

    ત્યારબાદ તેમાં મરી પાઉડર, રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે અને બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  4. 4

    હવે તેમાં ખમણેલું ચીઝ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે જેથી આપણું સ્ટફિંગ તૈયાર થઈ જશે.

  5. 5

    સેન્ડવીચ બનાવવા માટેની બ્રેડ ની સ્લાઇસ લઈ તેમાં એક તરફ ગ્રીન ચટણી લગાવવાની છે તેના ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ પાથરી તેના પર બ્રેડની બીજી સ્લાઇસ ઉંધી મૂકી તેના પર સોલ્ટેડ બટર લગાવવાનું છે.

  6. 6

    સેન્ડવીચ ગ્રીલ કરવા માટે મુકવાની છે. જેથી વેજ. ગ્રીલ સેન્ડવીચ તૈયાર થઈ જશે.

  7. 7

    મેં તેને આ રીતે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ (6)

Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

ટિપ્પણીઓ (25)

Similar Recipes