મેથીના ગોટા(Methi gota Recipe in Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpadindia
#cookpadguj
#cookpad
#મેથી
શિયાળામાં મેથીની ભાજી નો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ.ગરમાગરમ ગોટા, મુઠીયા, ઢેબરાં,શાક, વગેરે.

મેથીના ગોટા(Methi gota Recipe in Gujarati)

#cookpadindia
#cookpadguj
#cookpad
#મેથી
શિયાળામાં મેથીની ભાજી નો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ.ગરમાગરમ ગોટા, મુઠીયા, ઢેબરાં,શાક, વગેરે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપચણાનો કરકરો લોટ
  2. ૧ ટેબલ સ્પૂનરવો
  3. ૧ કપબારીક કટ કરેલ મેથીની ભાજી
  4. ૪ નંગલીલા મરચાં
  5. ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  6. ૧ ટીસ્પૂનઆખા ધાણા
  7. ૧ ટીસ્પૂનતલ
  8. ૧ ટીસ્પૂનખાંડ
  9. ૧ ટીસ્પૂનછીણેલું આદુ
  10. મીઠું,આવશ્યકતા અનુસાર
  11. તળવા માટે તેલ, આવશ્યકતા અનુસાર
  12. ૧/૨ ટીસ્પૂનઈનો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવામાં ૧ ટીસ્પૂન તેલ નાખી મોઈ લેવો. ચણાના લોટમાં નાખી મિક્સ કરી લો.હવે તેમાં બારીક કટ કરેલ મરચાં, મેથીની ભાજી,મરી પાઉડર,આખા ધાણા,તલ, ખાંડ,છીણેલું આદુ, મીઠું નાખી મિક્સ કરી લો.જરુરિયાત મુજબ પાણી નાખીને મોટાનું ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે ખીરામાં ઈનો નાખો.મીકસ કરી લો.એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે ગોટા ઉતારો.ફાસ્ટ ગેસ ઉપર ગોટા તેલમાં નાખ્યા બાદ ધીમા તાપે ક્રીસ્પી તળવા.તળાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો.ડુંગળી સાથે, આથેલા લીલા મરચાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes