કાઠિયાવાડી ખાટાં અડદ (Kathiyavadi Khatta Adad Recipe In Gujarati)

Arpita Sagala
Arpita Sagala @cook_27786468

કાઠિયાવાડી ખાટાં અડદ
આ કાઠીયાવાડી ખાટાં અડદ ખાવાં માં ખુબ જ સરસ લાગે છે

કાઠિયાવાડી ખાટાં અડદ (Kathiyavadi Khatta Adad Recipe In Gujarati)

કાઠિયાવાડી ખાટાં અડદ
આ કાઠીયાવાડી ખાટાં અડદ ખાવાં માં ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. 200 ગ્રામઆખા અડદ
  2. ૪ ચમચીતેલ
  3. ૧ ચમચીજીરું
  4. ૧ ચમચીલસણ આદુ ની પેસ્ટ
  5. ૧ વાટકીછાશ
  6. ૨ ચમચીચણાનો લોટ
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીમરચું
  9. ૨ ચમચીઘાણા જીરું
  10. વાટકો પાણી
  11. પાન મીઠો લીમડો
  12. ૧ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં અડદ ને આગલી રાત્રે ઘોઇ ને પલાડી દેવા અને બીજા દિવસે સવારે ફરીથી અડદ ને ધોઇ ને નવું પાણી નાંખી દો

  2. 2

    કૂકર માં અડદ ને બાફવા મૂકી દો અને ૭ થી ૮ સીટી વાગવા દો

  3. 3

    હવે કૂકર ઠંડુ પડે એટલે તેમાં થી અડદ ની તપેલી કાઢી લો અને પાણી નીતારી લો અને અડદ ને નળ નીચે ફરીથી ઘોઇ લો ને પાણી સફેદ આવે ત્યાં સુધી હાથ વડે થોડા અડદ ને દબાવી દો અને સાફ કરી લો

  4. 4

    છાશ અને ચણાનો લોટ નો ઘોળ બનાવી લો

  5. 5

    હવે કડાઈમાં તેલ, હીંગ, જીરું, લસણ આદુ ની પેસ્ટ લીમડો નાખી થવા દો અને તેમાં અડદ ઉમેરો

  6. 6

    હવે અડદ માં મીઠું, મરચું, હળદર,ધાણાજીરું નાખી દો અને મીક્સ કરી લો

  7. 7

    ૩ મિનિટ સેકયા પછી તેમાં છાશનું ઘોળ ઉમેરો અને ૧ વાટકો પાણી નાંખી દો

  8. 8

    હવે તેને ૫ મિનિટ ઉકળવા દો પછી ગેસ બંધ કરીશું તો તૈયાર છે સ્વાદિષ્ટ જમવામાં ખૂબ જ સરસ લાગે એવાં કાઠીયાવાડી ખાટાં અડદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Sagala
Arpita Sagala @cook_27786468
પર

Similar Recipes