વેજીટેબલ ફ્રેન્કી(Vegetable Frankie Recipe in Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

ફ્રેન્કી નાના મોટા સૌને ભાવે. બાળકો ને ફ્રેન્કી ના રૂપ માં બધા શાકભાજી ખાતા પણ કરી શકાય છે.

વેજીટેબલ ફ્રેન્કી(Vegetable Frankie Recipe in Gujarati)

ફ્રેન્કી નાના મોટા સૌને ભાવે. બાળકો ને ફ્રેન્કી ના રૂપ માં બધા શાકભાજી ખાતા પણ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ
  2. ૧ ચમચીતેલ મોણ માટે
  3. મોટા બટેટા
  4. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. ૧ ચમચીહળદર
  6. ૧ ચમચીમરચું
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. વાટકો મિક્સ વેજીટેબલ(કોબી,કેપ્સિકમ,ડુંગળી,ગાજર) લાંબા કટ કરેલ
  9. ચાટ મસાલો
  10. ૧ વાટકીલીલી ચટણી
  11. ૧ વાટકીટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ઘઉં ના લોટ માં મોન નાખી રોટલી જેવો નરમ લોટ બાંધો. ૧૦ મિનિટ ઢાંકી ને રાખો. ત્યારબાદ તેમાંથી રોટલી વણી કાચી પાકી સેકી લો.

  2. 2

    બટેટા ને બાફી લો. તેને મેશ કરી લો. તેમાં આદુ મરચા ની પેસ્ટ,હળદર,મીઠું,ગરમ મસાલો નાખી મિક્સ કરો. તેમાંથી થોડી લાંબી ને ચપટી પેટીસ તૈયાર કરો.

  3. 3

    હવે લોઢી પર બટર મૂકી સેકેલી રોટલી ને ફરી સેકવા મૂકો. એક બાજુ લીલી ચટણી લગાવી પેટીસ મૂકી તેના પર ટોમેટો સોસ લગાવો.

  4. 4

    ઉપર લાંબુ સમારેલું કેપ્સીકમ,કોબી,ગાજર,ડુંગળી થોડા નાખો. તેની પર ચાટ મસાલો ભભરાવો. ફોલ્ડ કરી તવી પર ફરી બટર માં સેકો.

  5. 5

    ક્રિસ્પી થાય એટલે પ્લેટ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

Similar Recipes