ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940

#GA4 #Week18
# gulab jamun
ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છે

ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

#GA4 #Week18
# gulab jamun
ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
5/6 લોકો માટે
  1. 500 ગ્રામમાવો
  2. ૧ નાની વાટકીદૂધ
  3. 1+ 1/2ચમચી તપકીર
  4. 3/4 કિલોખાંડ ચાસણી માટે
  5. ખાંડ ડૂબે તેટલું પાણી
  6. 4,5 નંગઇલાયચી પાઉડર
  7. ચપટીસાજીના ફૂલ
  8. ડેકોરેશન માટે પિસ્તા કતરન
  9. 500 ગ્રામતળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ માવાને ખમણી નાખો ત્યારબાદ એકથી દોઢ ચમચી તપકીર અને એક નાની વાટકી રૂમ ટેમ્પરેચર દૂધ નાખી એકદમ મસળવું અને બીજી બાજુ ગેસ ચાલુ કરી ઘી ને મેલ્ટ કરવા માટે મૂકો

  2. 2

    હવે હવે આ મિશ્રણમાં ચપટી સાજીના ફૂલ નાખી સારી રીતે મસળી ને એક ડો તૈયાર કરો અને નાના નાના ગોળા વાળો ગોળા માં ક્યાંય પણ તિરાડ ન રહેવી જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું

  3. 3

    હવે બીજી બાજુ ગેસ ચાલુ કરી ચાસણી ની તૈયારી પણ કરી લેવી એક મોટા તપેલામાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખવું તેમાં ઇલાયચી પાઉડર નાખો ગુલાબ જાંબુ ની ચાસણી બહુ જાડી હોતી નથી એટલે ખાંડ ઓગળે ત્યાં સુધી અને થોડો કલર ચેન્જ થાય અને થોડો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો હવે જે ગેસ માં ઘી મુકેલો છે તેમાં બનાવેલા જાંબુ ને તળવા માટે મૂકવા

  4. 4

    હવે જાંબુ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો

  5. 5

    હવે બધા જાંબુમાં ટૂથપીક થી ઉપર નીચે આજુબાજુ બધું છે કાણા પાડવા અને બનાવેલી ચાસણીમાં નાખવા

  6. 6

    તો તૈયાર છે યમી ટેસ્ટી, સોફ્ટી ગુલાબ જામુન

  7. 7

    જેને મેં પિસ્તાની કતરણથી ડેકોરેશન કરેલા છે😋😋😋😋😋🌹🥫🌙🌰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940
પર

Similar Recipes