પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

#GA4 #week24
Cauliflower
Garlic
#Cookpad
#CookpadIndia

મિક્સ vegitables નો ઉપયોગ કરી ને ઘણી બધી આઈટમ બને છે
But મને એ બધાં માંથી પાવ ભાજી મારી અને મારી દીકરી ની મોસ્ટ એન્ડ all time favourite છે તો આજે ફુલાવર કોબીજ દૂધી વટાણા બટાકા અને બીજાં શાક લઈ ને પાવ ભાજી બનાવી છે
જેની મેથડ એકદમ અલગ અને સુપર ફાસ્ટ જલ્દી બની જાય તેવી છે
બજાર જેવો કલર અને ટેક્સચર પણ આવે છે
તો
જરૂરથી ટ્રાય કરશો

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30-40 મિનીટ
4વ્યક્તિ
  1. 1 બાઉલ કોબીજ
  2. 1 બાઉલ બટાકા
  3. 1 બાઉલ ફુલેવર
  4. 1 બાઉલ દુધી
  5. 1 બાઉલ વટાણા
  6. 4 ચમચીઝીણું સમારેલું બીટ
  7. 1/2 બાઉલ ઝીણું સમારેલું ગાજર
  8. 4 ચમચીઝીણું સમારેલું કેપ્સીકમ
  9. 1 બાઉલ ઝીણા સમારેલા ટામેટા
  10. 8 (10 નંગ)લસણ ઝીણું પીસી લો
  11. નાની વાટકીઝીણા સમારેલા ધાણા
  12. 1- 2 નંગ લીંબૂ સ્વાદ પ્રમાણે
  13. બટર અથવા તેલ વઘાર માટે
  14. 1/2 ચમચી જીરૂ
  15. 1/2 ચમચી હળદર
  16. 3- 4 ચમચી પાવભાજીનો મસાલો
  17. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

30-40 મિનીટ
  1. 1

    બધા શાકભાજીને સમારી લેવાપછી
    કુકર મા બટર કે તેલનો વઘાર મૂકી જીરું નાખી તતડે એટલે તેમાં લસણ ઉમેરીને ચડવા દેવું ચડે એટલે તેમાં ટામેટા સમારેલા ઉમેરો

  2. 2

    ટામેટાં થોડા ઘણા ઓગળે એટલે તેમાં મીઠું હળદર ઉમેરો

  3. 3

    પછી તેમાં બીટ અને કેપ્સિકમ ઉમેરો બીટ અને ગાજર નો ઉપયોગ કરવાથી તેનો કલર એકદમ બજાર જેવો આપશે

  4. 4

    પછી લાલ મરચું નાખી અને થોડું ચડવા દો

  5. 5

    પછી બધા સમારેલા મિક્સ શાકભાજી ફુલાવર કોબીજ-બટાકા દુધી ગાજર વટાણા ઉમેરી દો

  6. 6

    જરૂર મુજબ પાણી ઉમેરી અને કુકર બંધ કરીને ૭થી ૮ whistle થવા દો

  7. 7

    કૂકર ઠંડું પડે એટલે તેમાં બ્લેન્ડર ફેરવી અને થોડું શાકને અધકચરો કરી લો

  8. 8

    એક પેનમાં બટર નો વઘાર મૂકી તેમાં તૈયાર કરેલા શાક ઉમેરી દો અને પાવભાજીનો મસાલો પણ એડ કરી દો ૧૦ થી ૧૨ મિનીટ ઉકળવા દો પરથી ઝીણા સમારેલા ધાણા અને લીંબુનો રસ એડ કરીને બંધ કરી દો જેને મસાલા પાઉ સાથે સર્વ કરો

  9. 9

    મસાલા પાવ માટે એક પેનમાં બટર મૂકી એક ચમચી તેલ મૂકો તેમાં લસણની ચટણી અને તેને ઝીણા સમારેલા ધાણાએડ કરો પછી પાવ ને બંને બાજુ રગદોળી દો અને આ રીતે શેકી લો

  10. 10

    તૈયાર છે આપણી પાવભાજી ગરમાગરમ સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Rachana Shah
Rachana Shah @Rachana1985
પર
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

Similar Recipes