ખંભાત નું સ્પેશિયલ પાપડ ચવાણું (Khambat Special Papad Chavanu) મુર્મુરા (મમરા) પાપડ ચિવડા રેસીપી

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#KS4
#વઘારેલામમરા

પાપડ ચવાણું વઘારેલા મમરાં, સેવ અને તળેલા પાપડ કે સેકેલા પાપડ ના મિશ્રણ થી બનાવવામાં આવે છે. જે માં ખુબ જ ઓછા ઘરમાં અવેલેબલ જ હોય તેવાં સામાન અને મસાલા ની જરુર પડે છે. ભારતીય રાંધણકળા માં નાસ્તા માટે ખુબ અવનવી વાનગી ઓ બનતી હોય છે. એમાં અનેક નમકીન વાનગીઓ હોય છે, જે બનવી અને એને થોડા સમય માટે રાખી સકાય છે. આવી નમકીન વિવિધ વાનગીઓ બધા સ્થાન અને રાજ્યો માં અલગ અલગ હોય છે.

પાપડ પોંઆ ની આ રેસીપી ખાસ કરીને ગુજરાતના ખંભાતને લગતી વાનગી છે. ખંભાત નું પાપડ ચવાણું ખુબ જ ફેમસ છે. તેનો તમે નાસ્તામાં ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. આ મમરા માંથી બનતું ચવાણું તૈયાર કરવું ખુબ જ સહેલું છે અને સમય પણ બહુ ઓછો લાગે છે, અને એકદમ ચટાકેદાર ટેસ્ટી ચવાણું બની જાય છે. એક વાર બનાવ્યા બાદ ડબ્બા માં ભરી સરળતાથી થોડા અઠવાડિયા આ ચાલી શકે છે. તમે પણ આ બનાવી જરુર થી ટેસ્ટી એવા ખંભાત નાં ચવાણું નો ઘરે જ આનંદ માણો.

#મમરાનુંપાપડચવાણું

#Cookpad
#CookpadIndia
#Cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૫૦૦ ગ્રામ મમરાં
  2. ૫ મોટી ચમચીતેલ
  3. ૧/૨ નાની વાટકીશીંગદાણાં
  4. ૧/૪ ચમચીહીંગ પાઉડર
  5. ૧/૨ ચમચીવરીયાળી
  6. ૧/૨ ચમચીઆખાધાણાં (હાથ થી મસળી લો)
  7. ૧૦ પાંદડા લીમડો
  8. ૧/૪ ચમચીહળદર પાઉડર
  9. ૨ ચમચીલાલ મરચું (તીખું ઓછું ખાતા હોવ તો મરચું ઓછું લેવું)
  10. ૧/૨ ચમચીસફેદ મરચું
  11. મીઠું ટેસ્ટ મુજબ
  12. ૩ નાની ચમચીદણેલી ખાંડ (ટેસ્ટ મુજબ એડજેસ્ટ કરો)
  13. ૧/૪ ચમચીલીંબું ના ફુલ (વાટી ને લેવા)
  14. ૫ નંગપાપડ તળેલા કે સેકેલા (પાપડ ની જગ્યા પર પાતલા મઠીયા પણ યુઝ કરી સકો છો)
  15. ૨૫૦ ગ્રામ ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    મમરા ને સરસ સેકી લો. મેં ઓવનમાં સેકીયા છે. તમે તાવડીમાં મુકી ને પણ સેકી સકો છો. મમરાં સરસ સેકાઈ જાય એટલે એક વઘારીયામાં તેલ લો, તેમાં શીંગદાણાં ઉમેરો અને સરસ ગુલાબી સેકી લો. હવે એમાં વરીયાળી, આખાધાણાં, હીંગ, લીમડો ઉમેરો. લીમડો સરસ કડક થાય એટલે હળદર ઉમેરી મીક્ષ કરી બરોબર મીક્ષ કરી લો અને એને સેકેલાં મમરાં મા ઉમેરી સરસ બધું હલાવી લો.

  2. 2

    હવે તેમાં તળેલાં પાપડ નો ભુકો કરી ઉમેરો. પાપડ ની જગ્યાએ પાતલા મઠીયા પણ ઉમેરી સકાય છે. મેં આજે એમાં તળેલા અડદનાં પતલાં મઠીયા ઉમેર્યાં છે. પાતળા મઠીયા પણ અડદ નાં લોટ માંથી બંને છે, એટલે પાપડ ચવાણા નો ટેસ્ટ બહુ જ સરસ એકદમ બહાર જેવો જ આવે છે.

  3. 3

    હવે, તેમાં લાલ મરચું, મીઠું, સફેદ મરચું, વાટેલા લીંબુ ના ફુલ અને દળેલી ખાંડ ઉમેરો. બધું સરસ મીક્ષ કરી લો. તેમાં ઝીણી સેવ ઉમેરો. બધું સરસ રીતે હલાવી ને મીક્ષ કરો અને તૈયાર છે ટેસ્ટી પાપડ ચવાણું. પાપડ ચવાણું ખંભાત નું ખુબ જ ફેમસ છે, આ ચવાણું ત્યાં મળે છે એવું જ આ સ્વાદિષ્ટ લાગે છે, અને ખુબ જ ઝડપથી બની જાય છે. એકદમ બહારનાં પાપડ ચવાણાં જેવો જ ટેસ્ટ આવે છે.

  4. 4

    સ્વાદિષ્ટ પાપડ ચવાણું તૈયાર છે. તમે પણ જરુર થી બનાવી ને જોજો. ડબ્બા માં ભરી ૨-૩ અઠવાડિયા માટે આરામથી રાખી શકાય છે. અમારી ઘરે તે બધા ને એટલું બધું ભાવે કે બહુ જ જલદી વપરાઈ જાય છે.

  5. 5

    પાપડ ચવાણું, કોફી અને પારલેજી મારો પરફેક્ટ નાસ્તો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes