વોલનટ ચોકલેટ ટ્રફલ બોલ(Walnut Chocolate Truffle ball Recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#walnuts

વોલનટ / અખરોટ ને પાવરફ્રૂટ અને બ્રેઇન ફ્રૂટ કહેવામા આવે છે.અખરોટમાં ઘણા વિટામિન હોવા થી તેને વિટામિન નો રાજા પણ કહેવામાં આવે છે.

વોલનટ ચોકલેટ ટ્રફલ બોલ(Walnut Chocolate Truffle ball Recipe in Gujarati)

#walnuts

વોલનટ / અખરોટ ને પાવરફ્રૂટ અને બ્રેઇન ફ્રૂટ કહેવામા આવે છે.અખરોટમાં ઘણા વિટામિન હોવા થી તેને વિટામિન નો રાજા પણ કહેવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦
૧૫
  1. ૧૫૦ ગ્રામ અખરોટ
  2. ૨૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  3. ૧૦૦ મીલી ફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    સૌપ્રથમ અખરોટને ઝીણું ઝીણું ચોપ કરી લો. ચોકલેટ ને ચોપ કરી બે ભાગ કરી લો.

  2. 2

    હવે એક પેનમાં ફ્રેશ ક્રીમ ને ગરમ કરો. (ગેસ ફ્લેમ મીડીયમ રાખવી)ક્રીમ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી ચોકલેટ નો એક ભાગ એડ કરી મેલ્ટ કરો.

  3. 3

    હવે બીજી ચોકલેટને ડબલ બોઈલર થી મેલ્ટ કરો.

  4. 4

    હવે ક્રીમ સાથે મેલ્ટ કરેલી ચોકલેટમાં ચોપ કરેલા અખરોટ એડ કરી મિક્સ કરો. પાંચ મિનિટ માટે ફ્રીઝરમાં સેટ થવા દો. ફ્રીઝમાંથી બહાર કાઢી ઘી વાળો હાથ કરી નાના-નાના બોલ્સ બનાવો.પાંચ મિનિટ માટે ફ્રીઝરમાં સેટ થવા દો.

  5. 5

    મેલ્ટ કરેલી ચોકલેટમાં બનાવેલા થોડા બોલ્સને કાંટા ચમચી ની મદદ થી deep કરી ચોકલેટનું cot કરો. તેને બટર પેપર ઉપર ગોઠવી ફ્રીજમાં પાંચ મિનિટ માટે સેટ કરો.

  6. 6

    બીજા થોડા બોલને ચોપ કરેલા અખરોટ માં રગદોળી લો. ફ્રિજમાં પાંચ મિનિટ માટે સેટ થવા દો.ફ્રીઝમાંથી કાઢી ઠંડા-ઠંડા સર્વ કરો. તૈયાર છે છોકરાઓને અને મોટાઓને બધાને ભાવતા અખરોટ ચોકલેટ ટ્રફલ બોલ..

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes