વોલન્ટ ચોકલેટ બ્રાઉની (Walnut Chocolate Brownie Recipe in Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#Walnut
‘સૂકો મેવો’ થી સંબોધાતા દરેક ડ્રાયફ્રૂટ્સ ખાવામાં સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે ગુણકારી છે.સૂકામેવામાં તેના વિશિષ્ટ આકાર અને સ્વાદને લઈને અખરોટ ખૂબ પ્રચલિત છે. અરબસ્તાનમાં વધુ ઉગતા અખરોટ વર્તમાન સમયમાં ઉત્તર ભારત, હિમાચલ અને કાશ્મીરમાં વધુ ઉગે છે. અખરોટ માં ન્યુટ્રીશનલ વેલ્યુ વધારે હોવાથી શરીરનું પોષણ કરી બળ વધારવામાં મદદ કરે છે.અખરોટના સેવનથી હૃદય સ્વસ્થ રહે છે. અખરોટમાં વધુ પ્રમાણમાં ઓમેગા-3 ફેટી એસીડ મળી આવે છે, જે મનુષ્ય હૃદયને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામ- બ્રાઉન મીકસર
  2. 100 ગ્રામ- બટર
  3. 100 ગ્રામ- ડાૅક ચોકલેટ
  4. 10 નંગ- અખરોટ કટ કરેલ
  5. 160મીલી- પાણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક માઈક્રોવેવ બાઉલ લો. તેમાં ડાૅક ચોકલેટ ના પીસ અને બટર એડ કરી 35 સેકન્ડ માટે માઈક્રોવેવ કરી લો. જો ચોકલેટ ન પીગળે તો 5 સેકન્ડ વધારે કરી શકો.ચોકલેટ કટ કરેલ પીસ માંથી થોડા અલગ કાઢી લેવા.

  2. 2

    હવે એક બાઉલમાં બ્રાઉની મીકસર લઈ લો. અહીં મે કોકનટ મીકક્ષ બ્રાઉની લીધેલ છે. તેમા મેલ્ટેડ ચોકલેટ અને પાણી એડ કરી ઈલેક્ટ્રીક બેલેન્ડરની મદદથી 1 મિનિટ સ્લો સ્પીડ પર અને 5 મિનિટ ફાસ્ટ સ્પીડ પર બીટ કરી લો. જો એગ (Egg) ખાતા હોવ તો 3 નંગ એડ કરી શકો.

  3. 3

    હવે આ મીકક્ષર માં કટ કરેલા વોલન્ટ ના પીસ ઉમેરી દો.

  4. 4

    હવે એક ગ્રીસ કરેલ ટીનમાં બટર પેપર મુકી રેડી કરેલ મીકસર ભરી લો. તેના ઉપર અખરોટ ના પીસ તથા ચોકલેટ પીસ મુકી દો.

  5. 5

    હવે આ ટ્રે ને 180'પ્રી હિટ કરેલ ઓવનમાં 40 થી 45 મિનિટ સુધી બેક કરો. બ્રાઉની ને ટુથ પીક થી ચેક કરી જોવી. તો રેડી છે આપણી મસ્ત ઈઝી અને ફટાફટ બની જાય એવી કોકોનટ વોલન્ટ ચોકલેટ બ્રાઉની.

  6. 6

    તેને તમે તમારા મન મરજી મુજબ ગાનીૅશ કરી સર્વ કરો. મને તો વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ પસંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes