હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ માટે
  1. 2કાપેલી ડુંગળી
  2. 2 ચમચીકાપેલું ઝીણું કોબી
  3. 1/2 ઝીણું કાપેલું કેપ્સિકમ
  4. 2 ચમચીઝીણું કાપેલું ગાજર
  5. 2-3 સ્પૂનક્રશ કરેલું લસણ
  6. 2 ચમચીક્રશ કરેલું આદુ
  7. ત્રણથી ચાર ચમચી કાપેલું લીલું લસણ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 1 ટીસ્પૂનકાળા મરીનો પાઉડર
  10. 2 ચમચીકોર્ન ફ્લોર
  11. થી અઢી ગ્લાસ પાણી
  12. બેથી ત્રણ ચમચી ડાર્ક સોયા સોસ
  13. 1 ચમચીચિલી સોસ
  14. 2કાપેલા લીલા મરચા
  15. ચપટીખાંડ
  16. ૧ ટી.સ્પૂનવિનેગર optional
  17. ત્રણથી ચાર ચમચી તેલ
  18. ગાર્નિશીંગ માટે લીલી ડુંગળી બે ત્રણ ચમચી optional

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ઠંડીની સીઝનમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે. હોટ એન્ડ સોર સૂપ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક લોખંડની કડાઈમાં બનાવીશું. લોખંડની કડાઈમાં સુપ બનાવવાથી તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. અને ખુબ જ સરસ ટેસ્ટ આવે છે. તમે stree ફૂડ ખાવા જાવ ત્યારે પણ જોતા હશો કે મોટે ભાગે બધા લોખંડ ના વાસણ નો use કરતા હોય છે. તો સૌ પ્રથમ આપણે બધા વેજીટેબલ જોઈને જીણા જીણા કાપીને તૈયાર કરી લઈશું. અને એક વાટકી માં બે ચમચી કોર્નફ્લોર લઈને પાણી એડ કરી સ્લરી બનાવી લઈશું.

  2. 2

    હવે કડાઈમાં તેલ ગરમ કરી ડુંગળી સાંતળો. જે પણ વેજીટેબલ સાંતળવાના છે તે મીડીયમ ફાસ્ટ ફ્લેમ પર જ સાંતળવાના છે. બહુ ચડવા દેવા નથી. ડુંગળી એક મિનિટ શેકાઈ ગયા બાદ તેમાં ક્રશ કરેલું આદુ અને લસણ એડ કરો. 1/2સેકન્ડ પછી તેમાં બધા વેજીટેબલ એડ કરો. અને એક મિનિટ સાંતળી લો.

  3. 3

    હવે તેમાં ડાર્ક સોયા સોસ,ચીલી સોસ, મીઠું અને ચપટી ખાંડ એડ કરી લો. તે મિક્સ થઇ ગયા બાદ તેમાં પાણી એડ કરો.

  4. 4

    પાણી નો ઉભરો આવી ગયા બાદ તેમાંબનાવેલી સ્લરી એડ કરો. અને ફાસ્ટ ફ્લેમ પર ઊભરો આવવા દો. ઉભરો આવી ગયા બાદ તેમાં કાળા મરીનો પાઉડર અને વિનેગર એડ કરો. વિનેગર એડ કર્યા બાદ તરત જ ગેસ બંધ કરી દો.

  5. 5

    લીલી ડુંગળી થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
પર

Similar Recipes