મેથી ની ભાજી ના શાક ના થેપલા (Methi Thepla Recipe in Gujarati)

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940

#GA4 #Week20
મેથી હેલ્થ માટે બહુ સારી છે અને શિયાળામાં તો એ ભરપૂર આવે છે જનરલી બાળકો મેથીનું શાક બહુ ખાતા હોતા નથી એટલા માટે હું આવી રીતે થેપલા બનાવું છું જેમાં 2 ચમચા લોટમાં એક આખું મેથીનું પૂરીયુ નાખી દહીં તોયે એ થેપલા માંથી એક પણ મેથી નીકળતી પણ નથી અને સહેલાઇથી ગોળ અને રૂ જેવા સોફ્ટ થેપલા થાય છે અને બાળકો ખુશી ખુશી આ થેપલા ખાઈ લિયે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 35 મિનિટ
4 / 5 લોકો
  1. 1મેથીનું પૂરીયુ
  2. 2ચમચા ઘઉંનો લોટ
  3. 2 ચમચીઆદુ લસણ પેસ્ટ
  4. ૩ ચમચીઘી મોણ માટે
  5. 2લાલ મરચું પાઉડર
  6. 1-1.1/5 ચમચી હળદર
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. પાણી જરૂર મુજબ
  9. 1/2વાટકી તેલ શેકવા માટે
  10. 3ચમચા કોથમીર

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીને સાફ કરી ઝીણી સમારી પાણીમાં પલાળીને રાખવી જેથી તેની અંદરની બધી માટી નીકળી જાય ત્યારબાદ કોથમીરને પણ તેવી જ રીતે સમારી લેવી હવે એક કથરોટમાં 2 થી અઢી ચમચા ઘઉંનો લોટ લેવો

  2. 2

    સૌપ્રથમ ગેસ ચાલુ કરો હવે એક કડાઈમાં એક ચમચી તેલ લેવું તેલ થઈ જાય એટલે તેમાં લસણ તથા આદુની પેસ્ટ નાખવી હવે તેમાં ઝીણી સમારેલી મેથી અને કોથમીર નાંખવી અને જેમ આપણે ભાજીનું શાક કરતા હોય તેમ જ કરવાનું છે

  3. 3

    હવે તેમાં બધી જાતના મસાલા નાખવા લાલ મરચું મીઠું હળદર નાખી ચડવા દેવું પાણી બિલકુલ નાખવો નહીં કેમકે ભાજીમાંથી પણ પાણી છૂટશે હવે ભાજી થોડી ચડી જાય એટલે ગેસ બંધ કરો હવે આ શાકને ઘઉંના લોટમાં નાખો લોટના પ્રમાણના મસાલા કરવા અને મોણ માં ત્રણ ચમચી ઘી નાખો અને જરૂર પૂરતું બેથી ત્રણ ચમચી જેટલું જ પાણીની જરૂર રહેશે પછી સોફ્ટ લોટ બાંધો થોડીવાર રેસ્ટ આપી અને થેપલા બનાવો આ થેપલા બહુ જ યમી ટેસ્ટી અને સોફ્ટ થાય છે અહીં મારા વચ્ચે ના ફોટા ડીલીટ થઈ ગયા હતા એટલે આ રીતે છે

  4. 4

    તો તૈયાર છે ગુજરાતીઓના સ્પેશ્યલ થેપલા

  5. 5

    જેને મેં અથાણા,ચટણી,છૂંદો, મુરબ્બો, ગ્રીન ચટણી,સુકી ભાજીઅમારા ઘરમાં બધાના ફેવરેટ એવું લસણની ચટણી વાળા દહીં સાથે સર્વ કર્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940
પર

Similar Recipes