મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat

#GA4
#Week20
#post1
#thepla
#મેથીના_થેપલા (Methi Thepla Recipe In Gujarati )
ઠંડીની સિઝનમાં લીલા પાનના શાકભાજીના ખૂબ જ વિકલ્પ બજારમાં મોજૂદ હોય છે. આમ તો બાળકોને લીલા શાકભાજી ખાવાનું બિલકુલ પસંદ હોતું નથી પરંતુ તમે એમાંથી કોઇ સ્વાદિષ્ટ ડિશ બનાવી દો, તો બાળકો અને વડીલો ખાઇ લે છે. ઠંડીમાં આવનારું એક ખૂબ જ પૌષ્ટિક શાક છે મેથી. આ મેથીથી તમે ઘણા પ્રકારની ડિશ બનાવી શકો છો. ઘરમાં મેથીના થેપલા સૌથી વધારે પ્રચલિત હોય છે. ઠંડીમાં ગોળની સાથે મેથીના થેપલા ખાવાની મજા જ કંઇક અલગ છે. મેથીના પાન નાંખીને બનાવવામાં આવેલા મેથીના થેપલા બીજા બધા પરાઠા કરતાં ખૂબ જ હેલ્ધી હોય છે. એ ખૂબ જ સરળતાથી બની પણ જાય છે.
મેથીના થેપલા તમે બ્રેકફાસ્ટ અથવા લંચ કોઇ પણ સમયે ખાઇ શકો છો. આ થેપલા પેટ માટે ખૂબ જ હલ્કા હોય છે. જેનાથી એને પચાવવા ખૂબ જ સરળ હોય છે. મેથીમાં વિટામીન સી નું પ્રમાણ ભરપૂર હોય છે, જે પેટની સામાન્ય સમસ્યાઓ જેમ કે કબજિયાત, એસિડીટી, અપચાને ઠીક કરે છે અને ઠંડીમાં થનારી એલર્જીને પણ ઓછી કરે છે.
થેપલા આપણા ગુજરાતીઓ નો મનપસંદ ખોરાક છે. તેને ચા-કોફી સાથે નાસ્તા તરીકે ખાઓ કે પછી લંચ ટાઈમ માં સેવ ટામેટા ના શાક સાથે કે પછી રાત્રી ભોજન માં છૂંદો, અથાણું કે દહીં સાથે. થેપલા ગમે ત્યાં ફિટ થઇ જાય ! મુસાફરી માં તો ગુજરાતીઓ ને થેપલા વગર ચાલે જ નહિ. 15-20 દિવસ સુધી તે બગડતા પણ નથી. જ્યાં શાકાહારી ભોજન મળવાની તકલીફ હોય ત્યાં તો થેપલા વરદાન સ્વરૂપ લાગે છે. થેપલા આપણા ગુજરાતીઓ નું સુપરફૂડ ફૂડ છે ! થેપલા વિવિધ પ્રકાર ના બનાવવા માં આવે છે જેવા કે મેથી, પાલક, દૂધી, ગાજર, આ બધા નું કોમ્બિનેશન વગેરે. મેં અહીં મેથીના થેપલા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 2 કપઘઉં નો જીનો લોટ
  2. 1/2 કપચણા નો લોટ (બેસન)
  3. 1/2 કપખાટું દહીં
  4. 1& 1/2 ટેબલ સ્પૂન આદુ + લસણ + લીલા મરચાં ની પેસ્ટ
  5. 1 કપમેથી ની ભાજી
  6. 1/4 કપલીલી કોથમીર જીની સમારેલી
  7. 2 ટેબલ સ્પૂનલીલું લસણ જીણું સમારેલું
  8. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  9. 1 ટેબલ સ્પૂનધાણા જીરું પાઉડર
  10. 1 ટી સ્પૂનહળદર પાઉડર
  11. 1/2 ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  12. 1 ટી સ્પૂનગરમ મસાલો
  13. 1 ટી સ્પૂનઅજમો
  14. 1 ટેબલ સ્પૂનસફેદ તલ
  15. ચપટીહિંગ
  16. 1 ટેબલ સ્પૂનખાંડ
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. 3 ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  19. 1 ટી સ્પૂનઅમૂલ ફ્રેશ ક્રીમ અથવા દૂધ ની મલાઈ
  20. પાણી જરૂર મુજબ
  21. તેલ જરૂર મુજબ થેપલા શેકવા માટે અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેથી ની ભાજી, લીલી કોથમીર અને લીલું લસણ ને જીણું સમારી ને ચોખ્ખા પાણી થી ધોઈ કોરી કરી લો. હવે એક મોટા બાઉલ માં ઘઉંનો જીનો લોટ, ચણા નો લોટ, દહીં અને આદુ + લસણ + લીલા મરચાં ની પેસ્ટ ઉમેરો.

  2. 2
  3. 3

    હવે આમાં મેથી ની ભાજી, લીલી કોથમીર ના પાન અને લીલું લસણ ઉમેરો.

  4. 4

    હવે આમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, ગરમ મસાલો, હિંગ અને મીઠું ઉમેરો. હવે આમાં અજમો, સફેદ તલ અને ખાંડ ઉમેરો.

  5. 5

    હવે આમાં મોણ માટે તેલ અને ફ્રેશ ક્રીમ ઉમેરી બધું હાથ થી બરાબર મિક્સ કરી લો. હવે આમાં જરૂર મુજબ પાણી થોડું થોડું ઉમેરી નરમ લોટ બાંધી લો.

  6. 6
  7. 7

    હવે આ લોટ ને કપડા થી ઢાંકી ને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપો. ત્યાર બાદ લોટ ને રેસ્ટ આપ્યા બાદ લોટ ને ફરી થોડો હાથ થી બુંદી લો. ને આ લોટ નાં મોટા એકસરખા લુઆ બનાવી લો.

  8. 8

    હવે આ લુવા ને ઘઉં ના લોટ ના અટામણ માં કોટ કરી રોટલી ના આકાર મા વણી લો. હવે આ થેપલા ને ગરમ તવી પર તેલ કે ઘી લગાવી બંને બાજુ શેકી લો. અને આ થેપલા ને તરત જ ગરમ કેશ રોલ માં એક ની ઉપર એક મૂકી ઢાંકી ને રાખો જેથી થેપલા એકદમ સોફ્ટ રહે.

  9. 9

    હવે આપણા મેથી ના થેપલા તૈયાર છે સર્વ કરવા માટે. આ થેપલા ને મસાલા દહીં, અથાણું કે બટાકા ની સૂકી ભાજી ની સબ્જી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes