એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate cake recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate cake recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 75 ગ્રામબટર
  2. 50 ગ્રામદળેલી ખાંડ
  3. 75 ગ્રામમેંદો
  4. 10 ગ્રામકોકો પાઉડર
  5. 55 ગ્રામમિલ્ક પાઉડર
  6. 1/2ટી. સ્પૂન બેકિંગ પાઉડર
  7. 1/4ટી. સ્પૂન બેકિંગ સોડા
  8. 1/2 કપદૂધ
  9. 1/2ટી. સ્પૂન વેનીલા એસેન્સ
  10. 250 ગ્રામવ્હીપ્ડ ક્રીમ
  11. ખાંડ સીરપ માટે
  12. 1/2 કપપાણી
  13. 2 ટેબલસ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટર ને વ્હિસ્કરની મદદથી કે ઈલેક્ટ્રીક બીટર થી એક મિનીટ માટે બીટ કરો.

  2. 2

    હવે તેમાં દળેલી ખાંડ નાખીને તેને બે થી ત્રણ મિનિટ માટે ફરીથી બીટ કરો અને એકદમ સ્મૂધ બનાવી દો.

  3. 3

    તેમાં મેંદો, કોકો પાઉડર, મિલ્ક પાઉડર, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નું ચાળેલુ મિશ્રણ નાખવું. હવે તેને પણ બીટરથી ત્રણ થી ચાર મિનિટ માટે સ્લો સ્પીડ પર બીટ કરો.

  4. 4

    આ બેટરને કેક ના મોલ્ડ માં ભરી ને પ્રી-હીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 20 થી 22 મિનિટ માટે મૂકવું.

  5. 5

    વ્હીપ ક્રીમ ને વ્હીપ કરીને તેમાં ચોકલેટ સોસ નાખવો જેથી તે ચોકલેટ ક્રીમ બની જાય.

  6. 6

    હવે ચોકલેટ સ્પંજ રેડી કર્યો છે તેની આડી સ્લાઇસ કરવાની. હવે એક સ્લાઈસ મૂકી તેની ઉપર ખાંડ સીરપ નાખવાનું અને તેની ઉપર ચોકલેટ ક્રીમ પાથરવી. ફરીથી તેની ઉપર બીજી સ્લાઈસ મુકવાની તેની પર ખાંડ સીરપ નાખવાનું અને ચોકલેટ ક્રીમ પાથરવાની. હવે ફરીથી આ જ સ્ટેપ ત્રીજી વખત રીપીટ કરવાનું છે.

  7. 7
  8. 8

    હવે ચોકલેટ ક્રીમ વડે સૌથી ઉપરનું લેયર અને આજુબાજુ ની સાઇડ કવર કરી લો. અને તેની પર ચોકલેટ સોસ તથા ચોકલેટ બોલ તથા મનપસંદ નાખીને ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes