રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G

Payal Mehta
Payal Mehta @Payal1901

રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/4 કપબટર
  2. 1/2 કપબ્રાઉનસુગર
  3. 1/4 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  4. 1/2 કપ+ 1/4 કપ મેંદો
  5. 1ટી. સ્પૂન કોનૅ ફ્લોર
  6. 1/2ટી. સ્પૂન બેકિંગ સોડા
  7. 1/2 ટી.સ્પૂનકોકો પાઉડર
  8. 1/2ટી.સ્પુન રેડ જેલ કલર
  9. 1/2 ટી.સ્પૂનવેનીલા એસેન્સ
  10. 1/4ડાર્ક એન્ડ વ્હાઈટ ચોકલેટ ચીપ્સ
  11. 1/8 કપઅખરોટ
  12. ક્રીમ ચીઝ આઇસક્રીમ માટે:
  13. 1/3 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  14. 1 કપવ્હીપ્ડ ક્રીમ
  15. 1 કપક્રીમ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મેંદો, કોકો પાઉડર, કોર્નફ્લોર અને બેકિંગ સોડા નાખી તેને મિક્સ કરીને સાઈડમાં રાખો.

  2. 2

    બીજા બાઉલમાં માખણ અને બ્રાઉન શુગર લઈને તેને ઈલેક્ટ્રીક બીટર ની મદદ થી 5 મિનીટ માટે બીટ કરો. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને ફરીથી 5 મિનીટ માટે બીટ કરો જેથી આ મિશ્રણ એકદમ ફ્લફી બની જશે.

  3. 3

    બટર વાળા મિશ્રણમાં રેડ જેલ કલર તથા વેનિલા એસેન્સ નાખીને તેને મિક્સ કરો. હવે તેમાં મેંદાનું મિશ્રણ તથા અખરોટ નાખીને તેને હલકા હાથે મિક્સ કરીને તેનો લોટ બાંધો.

  4. 4

    આ લોટને પાંચથી સાત મિનિટ માટે ફ્રીઝમાં મૂકો. ઓવનને 170 ડિગ્રી પર દસ મિનિટ માટે પ્રી હિટ કરવા મૂકો.

  5. 5

    હવે આ કૂકીઝ ના લોટ ને સ્કીલેટ માં પાથરી દો. તેની ઉપર ડાર્ક અને વ્હાઇટ ચોકલેટ ચિપ્સ નાખી તેને 170 ડિગ્રી પર ઓવનમાં 20 - 22 મિનિટ માટે બેક કરો. કૂકીસ ને ગરમ ગરમ સર્વ કરો. આ કૂકીઝ ને પ્લેન પણ સર્વ કરી શકાય અને ક્રીમ ચીઝ આઈસ્ક્રીમ ની સાથે પણ સર્વ કરી શકાય છે.

  6. 6

    આઇસ્ક્રીમ માટે જણાવેલ બધી સામગ્રીને એક સાથે બાઉલમાં લઈને ઈલેક્ટ્રીક બિટર થી બીટ કરો. હવે આઇસ્ક્રીમને એક એલ્યુમિનિયમ ના ડબ્બામાં અથવા તો પ્લાસ્ટિકના ડબ્બામાં કાઢીને તેને દોઢ થી બે કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes