બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940
શેર કરો

ઘટકો

,30 થી 35 મિનિટ
4 લોકો
  1. 3 વાટકીચણાનો લોટ
  2. 2ઝીણી સમારેલી ડુંગળી
  3. 2બે ઝીણા સમારેલા ટામેટા
  4. 2લીલા મરચા ઝીણા સમારેલા
  5. 1ટેબલ સ્પુન લાલ લસણ ની ચટણી અથવા લસણની પેસ્ટ
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2ચમચી હળદર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. પાણી જરૂર મુજબ
  10. 1/2વાટકી તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

,30 થી 35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી ને સારી રીતે ધોઈ અને ઝીણા સમારી લેવા ત્યારબાદ ઉપર જણાવેલા અનુસાર લોટમાં બધા મસાલા કરવા

  2. 2

    હવે તેમાં લાલ લસણની ચટણી અને ઝીણા સમારેલા વેજીટેબલ નાખવા અને તેમાં જરૂર મુજબનું પાણી નાખવું ત્યારબાદ આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી ગાઠા વગરનું સ્મૂથ બેટર બનાવો અને ગેસ ચાલુ કરી તેના એક તવી મૂકવી તવી થોડી ગરમ થાય પછી જ ચીલા માટે નું બેટર પથારવું હવે ચીલા ની આજુ બાજુ તેલ નાખવું એટલે અ નીચેથી સારી રીતે શેકાય જાય અને ચોંટે નહીં ફોટો માં બતાય છે એ રીતે ચીલા માં કાણા પાડવા લાગે તીયારે પલટાવી નાખવું અને બીજી બાજુ પણ સારી રીતે સેકવું

  3. 3

    તો તૈયાર છે એકદમ જલ્દી બની જાય એવા બેસન ચીલા જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે આને મે દહીં સાથે સર્વ કર યુ છે તમે ચટણી અથવા સોસ સાથે પણ એન્જોય કરી શકો 😋😋😋🍪🍪🍪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940
પર

Similar Recipes